અમેરિકાના ૭૦ આર્મી અધિકારી ISISના હિટ લિસ્ટમાં

લંડન ઃ આઈઅેસઆઈઅેસના હૈકસે અમેરિકાના ૭૦ થી વધુ આર્મી અધિકારીનું હિટ લિસ્ટ જાહેર કર્યું છે જે સિરિયાનાં વિવિધ આતંકવાદી સ્થળે કરવામાં આવેલા ડ્રોન હુમલામાં સામેલ છે. હૈકર્સ ગ્રૂપે ફોલોઅર્સને જણાવ્યું કે આ અધિકારીઓ જ્યાં પણ છે તેમને ગમે તે રીતે મારી નાખવામાં આવે.

આ હૈકરોને બ્રિટન સાથે સંપર્ક છે. અને તેમણે પોતાને ઈસ્લામિક સ્ટેટના હૈકિંગ ડિવિઝન ગણાવ્યા હતા. તેમણે અમેરિકાના ૭૦ થી વધુ સ્ટાફ મેમ્બરના નામ, સરનામા અને તેમની તસવીરો જાહેર કરી છે. હૈકર્સોએ ઈસ્લામિક સ્ટેટના સમર્થકોને અપીલ કરી છે કે આ અધિકારીઓ ગમે ત્યાં હોય તેમના દરવાજા ખટખટાવીને તેમનાં માથાં વાઢી નાંખો, તેમને ચાકુ મારો, કે ગોળીઓ મારો અથવા બોંબમારો કરો. પરંતુ કોઈપણ ભોગે તેમને મારી નાખો. આઈઅેસઆઈઅેસની નવા હિટ લિસ્ટનું હેડિંગ ટાર્ગેટ યુનાઈટેડ સ્ટેટસ મિલિટ્રી રાખવામાં આવ્યું છે. જેને ટિવટર દ્વારા સરકયુલર કરવામાં આવી રહયો છે.

You might also like