ગુજરાત કા બદલા લેને હમ અા રહે હૈઃ અાઈએસ

અમદાવાદ: ખોફનાક આતંકી સંગઠન આઈએસઆઈએસ (ઈસ્લામિક સ્ટેટ)એ ૨૨ મિનિટનો ખોફનાક વીડિયો જારી કરીને ગુજરાતનાં રમખાણો, બાબરી મસ્જિદ, કાશ્મીર અને મુઝફ્ફરનગરમાં માર્યા ગયેલા મુસ્લિમોનો બદલો લેવાની ધમકી આપતાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે. અરબી ભાષામાં જારી કરવામાં આવેલ એક વીડિયોમાં આઈએસઆઈએસમાં ભરતી થયેલા મહારાષ્ટ્રના થાણેમાં રહેતો ફહાદ તન્વીર શેખ જણાવે છે કે, “હમ વાપસ આયેંગે, પર હાથમાં તલવાર લેકર. ગુજરાત, કશ્મીર, બાબરી મસ્જિદ ઔર મુઝફ્ફરનગર મેં મારે ગયે મુસલમાનો કા બદલા લેંગે.”

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં ત્રણ સાથીઓ સાથે ભારતથી ‌િસરિયા જઈને એન્જિનિયરિંગનો આ ભારતીય વિદ્યાર્થી આઈએસઆઈએસમાં જોડાઈ ગયો છે. વીડિયોમાં ફહાદ તન્વીર શેખે જણાવ્યું છે કે અમે ગુજરાત સહિત ભારતમાં આઈએસઆઈએસના સ્થાનિક જેહાદીઓ દ્વારા હુમલા કરાવીશું. આઈએસઆઈએસ તરફથી ભારત અને દક્ષિણ એશિયામાં જારી કરવામાં આવેલો આ પ્રથમ વીડિયો છે, જેમાં ભારત અને દક્ષિણ એશિયાના દેશોને આઈએસઆઈએસ દ્વારા ધમકી આપવામાં આવી છે.

આ વીડિયોમાં મહારાષ્ટ્રના થાણેમાં રહેતા ફહાદ તન્વીર શેખને બતાવવામાં આવ્યો છે, જે ૨૦૧૪માં ભારતથી ‌િસરિયા ભાગી ગયો હતો. તે વખતે તેની સાથે બીજા ત્રણ સાથીઓ પણ ગયા હતા, જેમાંથી આરીબ મજીદ ભાગીને ભારત પરત આવી ગયો હતો, જે હાલ એનઆઈએની કસ્ટડીમાં છે.

આતંકી સંગઠન આઈએસઆઈએસએ ભારતને ધમકી આપવા અને ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આતંક મચાવવાની વાત કરતો વીડિયો જારી કર્યો છે. ૨૨ મિનિટના આ વીડિયોમાં ભારતથી ભાગીને આઈએસઆઈએસમાં જોડાયેલ આતંકીઓ દ્વારા જ ભારતને અને ખાસ કરીને ગુજરાતને ધમકી આપવામાં આવી છે.

વીડિયોમાં ફહાદ તન્વીર શેખ એવું પણ જણાવે છે કે ભારતથી તેની પાસે આવેલો શમીમ ટંકી રક્કામાં થયેલા હવાઈ હુમલામાં માર્યો છે. ત્યાર બાદ શેખ આગળ જણાવે છે કે ભારતના લોકો પાસે હવે માત્ર ત્રણ જ વિકલ્પ છે-કાં તો ઈસ્લામ સ્વીકારી લો, જજિયા વેરો આપો અથવા તો નરસંહાર માટે તૈયાર રહો.

આ વીડિયોનો મોટો ભાગ અરબી ભાષામાં શૂટ કરવામાં આવ્યો છે. આતંકી ભારત અને પાકિસ્તાનને હિંદ વર્લ્ડ સિંધના નામથી બોલાવે છે અને હિંદુઓને ગાયની પૂજા કરનારા નામથી બોલાવે છે.  વીડિયોની શરૂઆતમાં મધ્યકાલીન સમયમાં મુહમ્મદ બિન કાસીમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આતંકી તેને ઈસ્લામિક રાજ્યની સ્થાપના કરનાર તરીકે માને છે. વીડિયોમાં એક આતંકી કહે છે કે ગાયની પૂજા કરનારાઓ જ ગુજરાત, મુંબઈ, આસામ અને મુરાદાબાદમાં મુસલમાનો વિરુદ્ધ થયેલી હિંસા માટે જવાબદાર છે.

વીડિયોમાં મુસ્લિમ રાજકીય નેતાઓ સામે પણ નિશાન તાકવામાં આવ્યું છે. ઓવૈસી સહિત કેટલાક મોટા મુસ્લિમ નેતાઓ પર મુસલમાનો વિરુદ્ધ થયેલા અત્યાચારોને સહન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી બાજુ ઈસ્લામની વ્યાખ્યા આપતાં આતંકી જણાવે છે કે ‘જે લોકો એવું કહેતા હોય કે ઈસ્લામ શાંતિનો ધર્મ છે તેમની વાત સાંભળો નહીં.

ઈસ્લામ ક્યારેય એક િદવસ માટે પણ શાંતિનો ધર્મ બની શકે નહીં. પયગમ્બરે જણાવ્યું હતું કે જ્યાં સુધી અલ્લાનું રાજ સ્થપાય નહીં ત્યાં સુધી લડતા રહો.  અાતંકી સંગઠન અાઈએસ ઉપરાંત વીડિયોમાં ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકીઓને પણ દર્શાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ સંગઠને પાકિસ્તાનમાં પોતાના સમર્થકોનો સાથ છોડીને આઈએસઆઈએસનો હાથ પકડી લીધો છે.

You might also like