સિરિયાના રેફ્યુજી કેમ્પ બહાર અાતંકી હુમલોઃ ૩૦નાં મોત

નવી દિલ્હી: ઇરાક સાથે જોડાયેલી સિરિયાની ઉત્તર-પૂર્વ સીમા પર ઇસ્લામિક સ્ટેટ સંગઠને હુમલો કર્યો છે. અાતંકીઅોના અા હુમલામાં ૩૦થી વધુ નાગરિક અને અાતંકીઅો માર્યા ગયા છે. હુમલામાં મૃત્યુ પામેલા અાતંકીઅો અાતંકવાદી જૂથના નેતૃત્વમાં લડી રહ્યા હતા.

ઘટનાની જાણકારી અાપતા બ્રિટનની મોનિટરિંગ સંસ્થા ધ સિરિયન અોબ્ઝર્વેટરીઅે કહ્યું કે કમ સે કમ પાંચ અાત્મઘાતી હુમલાખોરોઅે મંગળવારે કેમ્પની બહાર ખુદને ઉડાવી દીધા. સંસ્થાના જણાવ્યા મુજબ હુમલા અને તેના પછી થયેલી લડાઈમાં ૩૨ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે સિરિયાની સરકારી એજન્સીના જણાવ્યા મુજબ ૩૦થી વધુ નાગરિક મૃત્યુ પામ્યા છે અને ૩૪ ઘાયલ થયા છે.

સરકારી એજન્સીઅે એ જણાવ્યું નથી કે હુમલો અાત્મઘાતી હતો કે નહીં. અાઈઅેસઅે વિસ્થાપિત સિરિયાઈ અને ઇરાકી શરણાર્થીઅો માટે બનેલી અસ્થાઈ શિબિર પર હુમલો કર્યો છે. અાઈઅેસ લડાકુની નજીકમાં તહેનાત સિરિયન ડેમોક્રેટિક ફોર્સના સભ્યો સાથે ઝપાઝપી થઈ. અમેરિકાના સમર્થનવાળું અા ગઠબંધન પૂર્વ સિરિયામાં અાઈઅેસ વિરુદ્ધ લડી રહ્યું છે.

સિરિયાના અાતંકી સંગઠન અને અરબ અાતંકી સંગઠન અા જિલ્લાની નજીક પહોંચી ચૂક્યું છે. ખૂબ જ જલદી રક્કા પર હુમલાની તૈયારી ચાલી રહી છે જેને અાઈઅેસની રાજધાની માનવામાં અાવે છે.
http://sambhaavnews.com/

You might also like