તપાસથી ભાગી રહેલ જાકીર નાઇકનો પાસપોર્ટ રદ્દ કરાયો

નવી દિલ્હી : વિવાદિત ઇસ્લામીક ઉપદેશક જાકીર નઇકની વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નાઇકનો પાસપોર્ટ રદ્દ કરી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ જકીર નઇકનો પાસપોર્ટ રદ્દ કરવાની માંગ કરી હતી, ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. વિદેશ મંત્રાલયનાં નિર્દેશ પર મુંબઇનાં રીઝલ પાસપોર્ટ ઓફીસે જાકીર નાઇકનો પાસપોર્ટ રદ્દ કરી દીધો.

પોતાની સ્પીચમાં ભડકાઉ ભાષણ બાદ વિવાદોમાં આવેલા જાકીર નાઇક વિરુદ્ધ એનઆઇએ ટેરર ફંડિંગ અને મની લોન્ડ્રિંગની તપાસ કરી રહ્યા છે. એનઆઇએનાં નોટિસ છતા જાકીર નાઇક તપાસમાં સહકાર નહોતો આપ્યો. જાકીર નાઇકની વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરન્ટ પણ ઇશ્યુ કરવામાં આવ્યો છે. તપાસમાં સહયોગ ન કરવા બાદ એનઆઇએએ વિદેશ મંત્રાલય પાસે જાકીર નાઇકનો પાસપોર્ટ રદ્દ કરવા માટેની માગં કરી હતી.

You might also like