ઇસ્લામિક કાયદામાં પરિવર્તન ઇચ્છતી નથી મહિલાઅોઃ મૌલાના ખાલિદ રશીદ

લખનૌ: મુસ્લિમ પર્સનલ લો વિરુદ્ધ અને ઇસ્લામી શરિયતના અાદેશોના વિરોધને રોકવા માટે અાજે એક દિવસના સેમિનારનું અાયોજન થશે. એશ બાગ દરગાહમાં યોજાનાર સેમિનારનું શીર્ષક ‘મુ‌િસ્લમ પર્સનલ લો’ અને મહિલાઅોના અધિકાર છે.

મૌલાના ખાલિદ રશીદે જણાવ્યું કે સૈયદની રક્ષા કરવી બધા જ મુસલમાનોની જવાબદારી છે. દેશના સંવિધાનને દરેક નાગરિકને પોતાની પસંદગી મુજબ ધર્મ પર અમલ કરવાની સંપૂર્ણ અાઝાદી છે. મુસ્લિમ પર્સનલ લો ઇસ્લામનો અેક અતૂટ ભાગ છે, તેથી કાયદાકીય રીતે મુસલમાનોને તેના પર અમલ કરવાનો પૂરો હક છે.

છેલ્લા કેટલાક સમયથી કેટલાક લોકો દ્વારા મુસ્લિમ પર્સનલ લો અને ખાસ કરીને તલાકની બાબતમાં જાતજાતની વાતો ફેલાવવામાં અાવી રહી છે. તેમણે કહ્યું કે સાથે એવું રજૂ કરવાની કોશિશ થઈ રહી છે કે મુસ્લિમ મહિલાઅો પર્સનલ લોમાં પરિવર્તન ઇચ્છે છે, પરંતુ હકીકત અે છે કે મુસ્લિમ મહિલાઅો કોઈ પણ સંજોગોમાં પરિવર્તન ઇચ્છતી નથી, કેમ કે કાયદાનાં મૂળ કુરાન સાથે જોડાયેલાં છે, તેમાં પરિવર્તનનો અધિકાર તો કોઈને પણ મળ્યો નથી. સેમિનાર દ્વારા મુસ્લિમ મહિલાઅો ઇસ્લામની સાચી તસવીર રજૂ કરશે, તેમાં મુખ્ય વક્તા અોલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડનાં સભ્ય ડો. અસમા જહરા હશે. અા ઉપરાંત અન્ય મહિલાઅો પણ પોતાનો મત અાપશે. સેમિનારની અધ્યક્ષતા ડો. બેગમ નસીમ કરશે.

સેમિનારમાં સવાલ-જવાબનો મોકો પણ અપાશે, તેમાં અોલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય મૌલાના હમજા હસમી નગવી ઇમામ ઇદગાહ મૌલાના ખાલીદ રશીદ પણ સામેલ રહેશે.

You might also like