નવાઝ પુત્રી-જમાઇ સહિત થશે જેલમુક્ત, ઇસ્લામાબાદ HCનો સજા પર પ્રતિબંધ

728_90

ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવાઝની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ મોહમ્મદ સફદરની સજા પણ સ્થગિત કરી દેવાઇ છે. તમને જણાવી દઇએ કે જ્યાં સુધી અપીલ પેન્ડીંગ રહેશે ત્યાં સુધી ત્રણેય લોકો મુક્ત રહેશે. આ ત્રણેયની સજાને રોકી દીધાં બાદ આ લોકોને આઝાદ કરવાની તૈયારી ચાલી રહી છે.

બુધવારનાં રોજ ઇસ્લામાબાદ હાઇકોર્ટની બેંચમાં શામેલ જસ્ટિસ અતહર મિનાલ્લાહ અને જસ્ટિસ હસન ઔરંગઝેબે પોતાનાં નિર્ણયમાં નવાઝ શરીફની સજાને રદ કરવાનો આદેશ આપ્યો છે. આ પહેલા કોર્ટે પૂછપરછ બાદ આ મામલા પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

આ પહેલાં ઉચ્ચતમ ન્યાયાલયનાં નિર્ણય બાદ ગયા વર્ષે 68 વર્ષીય શરીફ અને તેઓનાં પરિવારની વિરૂદ્ધ ભ્રષ્ટાચારનાં ત્રણ મામલાઓ પણ દાખલ કરવામાં આવ્યાં હતાં. શરીફ ભ્રષ્ટાચારનાં બાકીનાં મામલાઓ-અલ અજીજીયાં સ્ટીલ મિલ્સ અને હિલ મેટલ ઇસ્ટૈબલિશમેંટ મામલામાં સુનાવણી માટે ઇસ્લામાબાદ આધારિત ઉચ્ચતમ ન્યાયાલયમાં હાજર રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે શરીફ, તેઓની 44 વર્ષીય દીકરી મરિયમ અને 54 વર્ષનાં જમાઇ કેપ્ટન (રિટાયર્ડ) મોહમ્મદ સફદર અડિયાલા જેલમાં ક્રમશઃ 10 વર્ષ, 7 વર્ષ અને 1 વર્ષની કેદની સજા કાપી રહ્યાં હતાં.

You might also like
728_90