સ્મિથ અને રસેલના પર્ફોર્મન્સથી PSLમાં મિસબાહની ટીમ ચૅમ્પિયન

દુબઈ: પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની મંગળવારે પૂરી થયેલી પહેલી સિઝનમાં મિસબાહ-ઉલ-હકના સુકાનમાં ઇસ્લામાબાદ યુનાઇટેડ ટીમે ખાસ કરીને બે કૅરેબિયન પ્લેયરોની મદદથી વિજેતાપદ હાંસલ કર્યું હતું. આ ટીમે સરફરાઝ એહમદની કૅપ્ટન્સીવાળી ક્વેટા ગ્લેડિયેટર્સ ટીમ તરફથી મળેલો ૧૭૫ રનનો લક્ષ્યાંક ૧૮.૪ એાવરમાં ૪ વિકેટના ભોગે મેળવી લીધો હતો. વિજેતા ટીમ વતી કૅરેબિયન પ્લેયર અને મૅન ઑફ ફાઇનલ ડ્વેઇન સ્મિથે ચાર સિક્સર, સાત ફોર સાથે ૭૩ રન અને ઑસ્ટ્રેલિયાના બ્રૅડ હૅડિને પાંચ સિક્સર, બે ફોર સાથે અણનમ ૬૧ રન બનાવ્યા હતા. એ પહેલાં, ઇસ્લામાબાદ ટીમના ઍન્ડ્રે રસેલે ત્રણ વિકેટ લીધી હતી. કરાચી કિંગ્સના રવિ બોપારાને મૅન ઑફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર મળ્યો હતો.

You might also like