ઈસ્લામને હવે શાંતિનો ધર્મ કહેવાનું બંધ કરી દેવું જોઈઅેઃ તસ્લિમા નસ‌િરન

નવી દિલ્હી: બાંગ્લાદેશનાં જાણીતાં લેખિકા તસ્લિમા નસ‌િરને ઢાકામાં થયેલા આતંકવાદી હુમલા બાદ જણાવ્યું છે કે હવે ખરેખર ઈસ્લામ ધર્મને શાંતિનો ધર્મ કહેવાનું બંધ કરી દેવું જોઈએ. તસ્લિમાના આવા નિવેદનથી નવો વિવાદ ઊભો થઈ શકે તેમ છે.

તસ્લિમાએ રવિવારે વારાફરતી અનેક ટિ્વટ કર્યાં હતાં, જેમાં તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશ વૈશ્વિક આતંકવાદમાં સહયોગ આપનારો અેક મુખ્ય દેશ રહ્યો છે. બાંગ્લાદેશીઓઅે ૩૬ દેશમાં આતંકવાદી સંગઠનોને સાથે રાખ્યાં છે. સલીમ સમાદ કૃપા કરીને હવે અેવું કહેવાનું બંધ કરી દેવું જોઈઅે કે ઈસ્લામ શાંતિનો ધર્મ છે, પહેલાં હતો, હવે જાણે શાંતિનો ધર્મ રહ્યો જ નથી.

તસ્લિમાઅે જણાવ્યું છે કે ઢાકા પર હુમલો કરનાર આતંકવાદી નિબ્રસ ઈસ્લામ તુર્કી હોપ્સ સ્કૂલ, ઉત્તર-દક્ષિણ અને મોનાશ યુનિવર્સિટીમાં ભણેલો છે. તેનું ઈસ્લામના નામે બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું અને તે આતંકવાદી બની ગયો હતો. ઢાકા હુમલાના તમામ આતંકવાદી અમીર પરિવારમાંથી આવેલા છે.

You might also like