રવિવારે ISL ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડનો લાગશે તડકો

ગોહાટીઃ આ વર્ષે દક્ષિણ એશિયન રમતોત્સવની ઓપનિંગ સેરેમનીનું સફળ આયોજન કર્યા બાદ હવે અહીં સારુસજાઈ ખાતેનું ઇન્દિરા ગાંધી એથ્લેટિક્સ સ્ટેડિયમ એક નવા પડકાર માટે તૈયાર છે. આ વખતે આ સ્ટેડિયમ ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)ની ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ફૂટબોલ ટૂર્નામેન્ટની શરૂઆત રવિવાર એટલે કે તા. ૧ ઓક્ટોબરથી થશે. ISLની ત્રીજી સિઝનની આ ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડનો તડકો પણ જોવા મળશે. સેરેમનીમાં ગ્લેમર ભરવા માટે આલિયા ભટ્ટ, જેકલીન ફર્નાન્ડીસ અને વરુણ જેવા સ્ટાર લગભગ ૫૦૦ કલાકારો સાથે ઓપનિંગ સેરેમનીમાં પોતાનો જલવો વિખેરશે. આ સેરેમની લગભગ અડધા કલાકની હશે, જે સાંજે ૫.૩૦ વાગ્યે શરૂ થશે.

You might also like