ઢાંકામાં બંધક સંકટ પૂર્ણ, પીએમ શેખ હસીનાએ કહ્યું આતંકીઓનો કોઇ જ ધર્મ નહીં

ઢાંકાઃ બાંગ્લાદેશની રાજધાની ઢાંકામાં હાઇ પ્રોફાઇલ ગુલશન વિસ્તારમાં રેસ્ટોરેન્ટ પર થયેલા આતંકી હુમલા બાદ કમાન્ડરોએ શરૂ કરેલ ઓપરેશન પૂર્ણ થઇ ગયું છે.  100 કમાન્ડરો રેસ્ટોરેન્ટમાં ઘૂસ્યાં હતા. એક ભારતીય સહિત  18 બંધકોને મુક્ત કરવામાં આવ્યાં છે.  આ હુમલામાં 6 આતંકીઓ ઠાર મરાયા છે. જ્યારે 1 ને જીવતા પકડી લેવામાં આવ્યાં છે. 12 કલાકથી પણ વધારે સમય સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. ભારતમાં મુંબઇમાં 26/11 જેવી રીતે આતંકી હુમલો થયો હતો તેવી જ રીતે આ હુમલાને પણ અંજામ આપવામાં આવ્યો છે. ISISએ આ હુમલાની જવાબદારી લીધી છે. મળતી માહિતી મુજબ આ હુમલામાં અલગ અલગ દેશના 20 લોકોના મૃત્યુ થયા છે.

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ કહ્યું કે આતંકીઓનો કોઇ જ ધર્મ નથી હોતો. રમજાન જેના પવિત્ર માત્રમાં કયો મુસલમાન હત્યા કરે? અમે ઓપરેશનને પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. સાત આતંકીઓ હુમલામાં શામીલ હતા. 30 પોલીસ કર્મી આ ઓપરેશનમાં ઘવાયા છે. બહાદુરી પૂર્વક અમારા કમાન્ડો લડ્યા હતા.

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુલશન વિસ્તારમાં એક રેસ્ટોરાંમાં ગઇકાલે અજ્ઞાત બંદૂકધારીઓએ હુમલો કરી અને લોકોને બંદક બનાવી લીધા હતા. મળતી માહિતી મુજબ કેફેમાં 50થી 60 લોકોને બંધક બનાવવામાં આવ્યાં હતા. બંદક બનાવવામાં આવેલા લોકોમાં કેટલાક વિદેશી લોકો પણ છે.

રેસ્ટોરાંમાં લોકોને બંદક બનાવ્યાના સમાચાર સાંભળીને પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે. ત્યાર બાદ બંને બાજુથી ફાયરિંગ થઇ રહ્યું છે. હુમલાખોરોએ અંદાજે 50થી 60 લોકોને બંધક બનાવ્યાં છે. જેમાંથી 20 લોકો વિદેશી છે. જ્યારે હુમલાખોરોની સંખ્યા 8થી 10 છે. બાંગ્લાદેશી મીડિયા પાસેથી મળતી માહિતી પ્રમાણે આ હુલામાં ઇટલી નાગરીકો માર્યા ગયા છે. હુમલામાં બે પોલીસ કર્મીઓના મૃત્યુ પણ થયા છે.

ઢાંકાના જે વિસ્તારમાં હુમલાખોરોએ હુમલો કર્યો છે. તેમાં લગભગ 34 દેશના રાજદૂતો વસે છે. હુમલાખોરોના ફાયરિંગથી 30 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસે આ વિસ્તારને સીલ કરી દીધો છે. મળતી માહિતી મુજબ હુમલામાં નિશાન બનેલ હોલી આર્ટિસન રેસ્ટોરેટનો ખૂબ જ ચર્ચાસ્પદ છે. અહીં વિદેશી રાજનાયિક સાંજે સમય પસાર કરવા આવે છે. બંદકોમાં કેટલાક રાજનાયિકો હોવાની પણ આશંકા છે. તસલીમા નસરીને ટવીટર પર લખ્યું છે કે રેસ્ટોરેન્ટમાં ઇસ્લામિક આતંકિઓએ હુમલો કર્યો છે.

પ્રત્યક્ષદર્શિ પ્રમાણે આતંકીઓ આધાધૂધ ગોળીબાર કર્યો હતો. સાથે ગ્રેનેડ પણ ફેક્યાં હતા. આ મામલે ગૃહમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી છે. આ હુમલા પાછળ સંદિગ્ધ ઇસ્લામીક ચરમપંથી હોવાની આ શંકા છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે તેઓ ઢાંકાની સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. સાથે જ વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

You might also like