યુવા, અપરિણીત અને કુરાન ન જાણતા લોકો ISISના ટાર્ગેટ

લંડન: ૨૫થી ૩૦ વર્ષની ઉંમરના યુવાન, ભણેલા-ગણેલા અને અપરિણીત તેમજ કુરાનના નિષ્ણાત ન હોય તેવા લોકો હવે દુનિયાના સૌથી ખૂંખાર અાતંકવાદી સંગઠન અાઈઅેસઅાઈઅેસનો ટાર્ગેટ બને છે. અાઈઅેસઅાઈઅેસના હજારો ત્રાસવાદીઅોની પ્રોફાઈલ અમેરિકાને મળી છે, જેમાં અા વાત સામે અાવી છે.

ધ ઇન્ડિપેન્ડન્ટના રિપોર્ટ મુજબ અાઈઅેસઅાઈઅેસમાં ત્રાસવાદીઅોની ભરતી સાથે જોડાયેલા હજારો ડોક્યુમેન્ટ્સ લીક થયા છે, જે અા સંગઠનની અંદરની વાતોની જાણકારી અાપે છે. અમેરિકી સેનાના સીટીસીનું કહેવું છે કે અા તમામ ડોક્યુમેન્ટ્સ એકદમ સાચા છે અને ૨૦૧૩ અને ૨૦૧૪ દરમિયાન અાઈઅેસઅાઈઅેસમાં જોડાનાર ૪૧૮૮ અાતંકવાદીઅો અંગે જાણકારી મળી છે.

નિષ્ણાતોઅે જણાવ્યું કે ‘ઇસ્લામિક સ્ટેટ અને તેમાં વિદેશી અાતંકીઅોની ભરતી સંબંધિત જાણકારીઅોને સમજવા માટે અા ડેટા ખૂબ મહત્ત્વનો છે. અા ડેટા પરથી જાણ થાય છે કે અા અાતંકવાદી સંગઠનમાં દરેક ત્રાસવાદીની ભરતી માટે એક વિશિષ્ટ ફોર્મ હોય છે, જેમાં તેમનાં અસલી નામ અને બદલાયેલાં નામ, ઉંમર, અેજ્યુકેશન, રાષ્ટ્રીયતાનો ઉલ્લેખ હોય છે.’

ડેટા પરથી જાણ થાય છે કે ભરતી દરમિયાન દરેક વ્યક્તિને પૂછવામાં અાવે છે કે શું તે લડાકુ બનવા ઇચ્છે છે. અાત્મઘાતી બોમ્બર કે અાત્મઘાતી હુમલાખોરની અા જાણકારીમાં જાણ થઈ છે કે મોટા ભાગના લડાકુઅોઅે અાત્મઘાતી બનવાનો નિર્ણય લીધો. ભરતી દરમિયાન મોટા ભાગના લડાકુઅોની ઉંમર ૨૬થી ૨૭ વર્ષ વચ્ચે જાણવા મળી, તેમાં અે પણ જાણવા મળ્યું કે અાઈઅેસ પોતાના ઇરાદાઅો પૂરા કરવા કુરાનને તોડી-મરોડીને રજૂ કરે છે, કેમ કે અાવાં હિંસાત્મક કાર્ય કરવાથી પરવાનગી કુરાન અાપતું નથી.

You might also like