ભારત પર એટેક કરવા ISIS બાંગ્લાદેશનો ઉપયોગ કરશે

ઈસ્લામિક સ્ટેટના ટાર્ગેટ પર ભારત દેશ પહેલેથી રહ્યો છે અને ભારત પર આતંકી હુમલો કરવાનો પ્લાન વારંવાર કરે છે. આતંકી સંગઠનના ઓનલાઈન મેગેઝિન ‘દબિક’માં શેખ અબુ ઈબ્રાહીમ એલ-હનીફ ‘આમીર ઓફ ખિલાફાહ-બેંગાલે’ કહ્યું હતું કે, “અમારા સંગઠનને એક વખત બાંગ્લાદેશમાં મજબૂત બનવા દો. ત્યારબાદ ઈસ્ટ અને વેસ્ટ ઈન્ડિયા પર કાળો કેર વર્તાવી દઈશું.” આઈએસ માટે બેંગાલ એટલે બાંગ્લાદેશ.

આ ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, બેંગાલ અમારી યોજનાનો ભાગ છે અને સ્ટ્રેટેજિક લોકેશન છે. જેહાદી સંગઠન બનાવીને ભારત પર ગેરિલા (નાનાંનાનાં અલગઅલગ જૂથો છુપાઈ છુપાઈને અનિયમિતપણે હુમલા) એટેક કરીશું. ભારતમાં ભય ફેલાવવામાં આવશે અને એ માટે અમને સ્થાનિક મુજાહિદ્દીનની પૂરતી મદદ મળી રહેશે. જોકે તેણે એ સ્વીકાર્યું હતું કે હાલમાં આઈએસઆઈએસની સ્થિતિ કમજોર છે, સંગઠન નાનું છે અને ક્ષમતાનો અભાવ છે પણ અમારા સાથીદારો દુશ્મનોને હંફાવવા તૈયાર છે.

મળતી માહિતી મુજબ આઈએસનો એજન્ડા ભારત સામે ભારતને લડાવવાનો છે. આઈએસ લોભામણી અને છેતરામણી જાહેરાતો કરીને ભારતીયોને ભોળવી રહી છે. રિપોર્ટ અનુસાર ૨૩ ભારતીયો આતંકી સંગઠનમાં જોડાવવા સિરિયા ગયા છે અને બે પરત ફર્યા છે.

You might also like