એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવાની આઈએસઆઈએસની ધમકી

મુંબઈ: તુર્કી એરલાઈન્સમાં બોમ્બની અફવા બાદ હવે એર ઈન્ડિયાને પણ ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસ તરફથી વિમાનને હાઈજેક કરવાની ધમકી મળી છે. સ્વયંને આઈએસઆઈએસનો ત્રાસવાદી ગણાવનાર એક કોલરે એર ઈ‌િન્ડયાના કોલ સેન્ટર પર હુમલો કરીને વિમાનને હાઈજેક કરવાની ધમકી આપી છે. કોલરે જણાવ્યું છે કે ૨૮ નવેમ્બરે એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવામાં આવશે. દરમિયાન, અહેવાલો અનુસાર મુંબઈ એરપોર્ટને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી મળતાં તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

આઈએસઆઈએસ તરફથી ધમકી મળ્યા બાદ સીઆઈએસએફના સુરક્ષાકર્મીઓને હાઈ એલર્ટ આપવામાં આ‍વી છે, જ્યારે વિશ્વના તમામ દેશોની અેરલાઈન્સ પર ખતરાનાં વાદળ છવાયાં છે. એ વખતે એર ઈન્ડિયાને પણ ધમકી મળતાં હવે તકેદારીનાં તમામ પગલાં ભરવામાં આવી રહ્યાં છે એ‍વું એર ઈન્ડિયાના પ્રવકતાએ જણાવ્યું હતું.

બીજી બાજુ એર ઈન્ડિયાએ આ કેસમાં થાણેના શ્રીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, કારણ કે એરલાઈન્સનું કોલ સેન્ટર આ વિસ્તારમાં આવેલું છે.

ન્યૂયોર્કથી ઈસ્તંબૂલ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકીબોમ્બની ધમકી મળ્યા બાદ ન્યૂયોર્કથી ઈસ્તંબૂલથી જતી એક ફ્લાઈટનું કેનેડામાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. તુર્કીની ફ્લાઈટ (એ-૩૩૦) જેટ ન્યૂયોર્કમાં કોઈએ બોમ્બની ધમકી આપી હતી. ત્યાર બાદ ફ્લાઈટને કેનેડા ડાઇવર્ટ કરવામાં આવી હતી. હેલિફેક્સ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ બાદ તમામ પ્રવાસીઓને વિમાનમાંથી ઉતારીને તેની તપાસ કરવામાં આવી રહી છે.

You might also like