ગભરાઈને ભાગવા લાગ્યા અાઈઅેસ અાતંકીઅોના પરિવાર

દમિશ્ક: પેરિસ અાતંકી હુમલા બાદ સિસરિયામાં અાઈઅેસ પર ફ્રાન્સ, રશિયા અને અન્ય દેશોના હુમલા તેજ બની ગયા છે, તેનાથી ગભરાઈને અાઈઅેસ અાતંકીઅોના પરિવારોઅે ભાગવાનું શરૂ કરી દીધું છે. તેઅો સિરિયાથી ઇરાક તરફ સુરક્ષિત જગ્યાઅે જઈ રહ્યા છે.
બ્રિટન સ્થિત સિરિયન અોબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના માધ્યમથી અા વાતની જાણકારી મળી છે. અાતંકીઅોના મોટા ભાગના પરિવાર અાઈઅેસની સિરિયા સ્થિત સ્વઘોષિત રાજધાની અલ રક્કા છોડીને ઇરાકના મોસુલ શહેરમાં ભાગી રહ્યા છે, તેમાં મોટા ભાગના વિદેશી અને અારબ અાતંકીઅોના પરિવારો છે.

તેમનું માનવું છે કે હવે અલ રક્કામાં રોકાવવું ખતરનાક છે. મોસુલને વધુ સુરક્ષિત માનવામાં અાવી રહ્યું છે. મોસુલ પણ અાઈઅેસના કબજામાં છે. પેરિસમાં ૧૩ નવેમ્બરે થયેલા અાતંકી હુમલા બાદ ફ્રાન્સના અલ રક્કા પર હવાઈ હુમલા તેજ કરાયા છે. થોડા દિવસો પહેલાં ૩૩ અાતંકી મૃત્યુ પામ્યા હતા. જ્યારે ડઝન જેટલા ઘાયલ થયાના સમાચાર છે. ફ્રાન્સના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે વિમાનમાં અાઈઅેસના નિયંત્રણ કેન્દ્ર અને પ્રશિક્ષણ સ્થળ પર ભીષણ હવાઈ હુમલા કરાયા. જોર્ડન અને સંયુક્ત અારબ અમીરાતે એક સાથે હુમલા કર્યા. રશિયાનાં લડાયક વિમાનોઅે પણ અલ રક્કા પર ભીષણ બોમ્બ બ્લાસ્ટ કર્યા.

તુર્કી અને અમેરિકા કરશે કાર્યવાહી
તુર્કીના વિદેશ પ્રધાન ફેરીદૂન હાદી સીનિલરી અોબ્લુઅે ઇસ્તંબૂલમાં કહ્યું કે અાઈઅેસના ખાતમા માટે અંકારાઅે અમેરિકાની સાથે મળી સંયુક્ત કાર્યવાહી કરવાની યોજના બનાવી છે. ફેરીદૂને કહ્યું કે અમે સીમા પર અાઈઅેસ અાતંકવાદીઅોની સતત ઉપસ્થિતિ સહન નહીં કરીઅે. અા પહેલાં પણ મંગળવારે મોડી રાત્રે એક ઇન્ટરવ્યૂમાં અમેરિકી વિદેશ પ્રધાન જ્હોન કેરીઅે કહ્યું હતું કે સિરિયાથી લાગતી ૯૮ કિ.મી. લાંબી તુર્કીની સીમાને અાઈઅેસથી સુરક્ષિત કરવા માટે અમે અંકારા સાથે કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ.

You might also like