ISના ત્રણ આતંકી મુંબઈમાં ઘૂસવાની ફિરાકમાંઃ એલર્ટ જારી

મુંબઈ: મંગળવારે મોડી રાત્રે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે મુંબઈ પોલીસ અને અન્ય એજન્સીને એક ફેક્સ મોકલ્યા બાદ જણાવ્યું છે કે મુંબઈ એલર્ટ પર છે. કોસ્ટ ગાર્ડે સંદેશમાં જણાવ્યું છે કે ખોફનાક આતંકી સંગઠન આઈએસઆઈએસના ત્રણ શકમંદ આતંકી સમુદ્ર માર્ગે મુંબઈમાં પ્રવેશવાની કોશિશ કરી રહ્યા છે. કોસ્ટ ગાર્ડે ત્રણ આતંકી વિરુદ્ધ તમામ સુરક્ષા એજન્સીઓને મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે, જે અત્યંત ખાનગી રાખવામાં આવી છે. આ ફેક્સ મળ્યા બાદ મુંબઈ પોલીસ અને એજન્સીઓ દ્વારા તમામ સતર્કતા દાખવવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોસ્ટ ગાર્ડ લાંબા સમયથી અરબી સમુદ્રમાં શકમંદ પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે. તેને એવી જાણકારી મળી છે કે આઈએસઆઈએસના ત્રણ આતંકી સમુદ્ર માર્ગે મુંબઈમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહ્યા છે. મુંબઈ પોલીસના ટોચના અધિકારીઓ જોકે હાલ આ અંગે કોઈ ટિપ્પણી કરવા ઈન્કાર કરી રહ્યા છે, કારણ કે આ મામલો ખૂબ જ સંવેદનશીલ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કોસ્ટ ગાર્ડ દ્વારા ફેક્સ મારફતે આવી સૂચના મળી છે.

http://sambhaavnews.com/

You might also like