યમનમાં આત્મઘાતી હૂમલામાં 25 પોલીસનાં મોત : ISએ સ્વિકારી જવાબદારી

મુકલ્લા : સાઉથ યમનનાં મુકલ્લામાં આતંકવાદી સંગઠન ISISનાં સ્યુસાઇડ બોમ્બરે હૂમલો કર્યો હતો. પોલીસ હેડક્વાર્ટર પાસે થયેલા હૂમલામાં અંદાજે 25થી વધારે જવાનોનાં મોત નિપજ્યા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. હૂમલો કુઆ સુબર્બ પોલીસ હેડક્વાર્ટરમાં આત્મઘાતી હૂમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં 25 પોલીસ કર્મીનાં મોત નિપજ્યા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ દ્વારા હૂમલાની જવાબદારી સ્વિકારવામાં આવી હતી.

યમનનાં મુકલ્લા એખ સમયે અલ કાયાદાનું હબ ગણાતું હતું. એક મહિના પહેલા જ મુકલ્લામાંથી આર્મી હટાવી લેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015થી સાઉદી અરેબિયા, યુએઇ અને અન્ય અરબ દેશોએ યમનને ગૃહયુદ્ધમાંથી ઉગારવામાં મદદનો હાથ લંબાવ્યો હતો. થોડા સમય પહેલા જ યુએસએ જાહેર કર્યું હતું કે તેઓ યમનમાં અલ કાયદા સામે લડવા પોતાનાં સૈનિકો ગોઠવશે. તથા આતંકવાદીઓને ખદેડવા અમેરિકા છેલ્લા લાંબા સમયથી ડ્રોન હૂમલાઓ કરી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આઇએસઆઇએસ દ્વારા યુરોપિયન કન્ટ્રી ઉપરાંત ગલ્ફ કંન્ટ્રીમાં પણ વારંવાર હૂમલાઓ કરવામાં આવતા રહે છે. આઇએસઆઇએસ સતત પોતાનો પનો વિસ્તારી રહ્યું છે. યુરોપિયન દેશોમાં પણ તેનાં જુથ સાથે જોડાયેલા લોકોની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે.

You might also like