અાઈએસનું પાશવી કૃત્યઃ જીવિત બંધકોનાં અંગ કાઢીને વેચે છે

વોશિંગ્ટન: ખૂંખાર અાતંકવાદી સંગઠન અાઈઅેસઅે બર્બરતાની તમામ હદો પાર કરી લીધી છે. અાઈઅેસ તરફથી માનવ અંગોને વેચવા અને અન્ય શરીરમાં લગાવવાની મંજૂરી અપાયા બાદ હવે અે વાતની અાશંકા વ્યક્ત થઈ રહી છે. અાઈઅેસ તરફથી ૩૧ જાન્યુઅારી ૨૦૧૫ના રોજ અેવું ફરમાન જારી કરાયું હતું કે કોઈ મુસ્લિમનો જીવ બચાવવા માટે બંધકોનાં શરીરમાંથી અંગો કાઢવાં યોગ્ય છે. ભલે તેમાં બંધકની જાનને કોઈ ખતરો કેમ ન હોય.

અા વર્ષે મે મહિનામાં અમેરિકી સેનાઅો તરફથી પૂર્વ સિરિયામાં પડાયેલા દરોડા દરમિયાન અા દસ્તાવેજ મળી અાવ્યા હતા. અાઈઅેસની રિસર્ચ અને ફતવા કમિટી તરફથી ફરમાન કરાયું હતું કે બંધકની જિંદગી અને તેનાં અંગોનું સન્માન ન થવું જોઈઅે. સજા માફીની સાથે તેના શરીરમાંથી અંગો કાઢી શકાય છે.

અમેરિકી એજન્સીઅો તરફથી કરાયેલા ફતવાના અનુવાદ મુજબ ૬૮મા ફતવામાં કહેવાયું છે કે બંધકનાં અંગોને કાઢવાથી જો તેની જાનનો ખતરો હોય તો પણ તેવું કરવું જોઈઅે. અમેરિકી અેજન્સીઅોનું અનુમાન છે કે જંગમાં ઘાયલ થયેલા લડાકુઅોને બચાવવા અને કમાણી કરવા માટે અાઈઅેસ માનવ અંગોની ચોરીનું કામ કરી રહ્યું છે. અા પહેલાં ઇરાકી સરકારે અાક્ષેપ કર્યો હતો કે અાઈઅેસ કમાણી કરવા માટે બંધકોના શરીરના માનવ અંગો કાઢી રહ્યું છે.

You might also like