યૂરોપમાં ‘ડર્ટી બોમ્બ’ હુમલો કરવાની ફિરાકમાં ISIS, થિંક ટેંકે આપી વોર્નિંગ

લંડન: ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS) યૂરોપ પર ન્યૂક્લિયર એટેક કરવાની ફિરાકમાં છે. એક આંતરરાષ્ટ્રીય થિંક ટેંકે દાવો કર્યો છે કે ISIS સતત એવા હથિયાર મેળવવાની જુગાડમાં લાગેલું છે જેના વડે એક સાથે ઘણા લોકોને મારી શકાય.

ISISએ પહેલાં જ સીરિયામાં ઘણા કેમિકલ હુમલા કર્યા છે. થિંક ટેંકનું કહેવું છે કે હવે આ આતંકવાદી સંગઠન યૂરોપમાં ન્યૂક્લિયર હુમલા કરશે. થિંક ટેંકનું કહેવું છે કે ન્યૂક્લિયર રિસર્ચ સેંટરની ખરાબ સુરક્ષા વ્યવસ્થાના લીધે ISISનું ન્યૂક્લિયર સુધી પહોંચવું સરળ થઇ ગયું છે.

થિંક ટેંકના રૂપમાં અને પશ્વિમી દેશોના પૂર્વ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ છે. તેમણે કહ્યું કે ISISના જિહાદી ફ્રાંસમાં આ વર્ષે યોજાનારા યૂરો ફૂટબોલ ચેમ્પિયન દરમિયાન હુમલા કરી શકે છે.

આ પહેલાં વ્હાઇટ હાઉસે પણ ચેતાવણી આપી છે કે દુનિયાભરમાં સિવિલિયન અને મિલિટ્રી પ્રોગ્રામ્સમાં લગભગ 2000 મેટ્રીક ટન યૂરેનિયમ અને પ્લૂટોનિયમનો ઉપયોગ થઇ રહ્યો છે. જો તેને ચોરી લેવામાં આવ્યો તો આ ન્યૂક્લિયર બોમ્બ બની શકે છે.

You might also like