આઇએસને ઇસ્લામ સાથે કોઇ લેવાદેવા નથી : ગિલાની

શ્રીનગર : જમ્મૂ કાશ્મીરનાં અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ કહ્યું કે આતંકવાદી સંગઠન ઇસ્લામીક સ્ટેટ ઇસ્લામનું પ્રતિનિધિત્વ નથી કરતું. ખીણમાં આતંકવાદી સંગઠનનાં ઝંડાઓ લહેરાવવાનાં મુદ્દે તેઓએ પ્રતિક્રિયા આપી હતી. ગિલાનીએ જણાવ્યું કે ઇસ્લામીક સ્ટેટ એક આતંકવાદી સંગઠન છે અને તેને ઇસ્લામ સાથે કોઇ જ લેવાદેવા નથી. ગિલાનીએ કહ્યું કે આઇએસઆઇએસ, તાલિબાન અને એવા અન્ય સમૂહ ઇસ્લામનું પ્રતિનિધિત્વ કરી શકે નહી. આઇએસ એક આતંકવાદી સંગઠન છે જે જેહાદનાં નામે નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યું છે. તે ઉપરાંત તાલિબાન પાકિસ્તાનને આંતરિક રીતે નબળુ પાડવાનું કામ કરી રહ્યા છે. કાશ્મીર ખઈણમાં થોડાક યુવાનો દ્વારા આઇએસના ઝંડાઓ વારંવાર ફરકાવવાની ઘટનાઓ અંગે ગિલાનીએ આ ટીપ્પણી કરી હતી.
કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્રનાં પ્રસ્તાવ વિષય પર આયોજીત એક સેમિનારને સંબોધિત કરી રહ્યા હતા. ગિલનીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી મંત્રણાને પણ વ્યર્થ જણાવી હતી. ગિલાનીએ જણાવ્યું કે આવા વારંવાર પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ ક્યારે પણ ચર્ચાનો ઉકેલ આવી શક્યો નથી.

You might also like