આઈએસનો નવો ટાર્ગેટ ‘અજમેર અેટેક’

અજમેર: આતંકવાદી સંગઠન આઈઅેસઆઈઅેસના ત્રાસવાદીઓ હવે અજમેર પર ગમે ત્યારે હુમલો કરવાની ફિરાકમાં હોવાનું અને આ માટે સંગઠનના બે ત્રાસવાદી અજમેરની રેકી કરી ચુક્યા હોવાનું અેનઆઈઅેની તપાસમાં ખુલાસો થયો છે. આતંકવાદીઓની આવી કબૂલાતના આધારે એનઆઈઅેની ટીમ અેક ત્રાસવાદીને લઈને અજમેર ગઈ હતી.

આ અંગેની તપાસમાં વધુમાં જાણવા મળે છે કે આતંકવાદી સંગઠનના આતંકવાદી અને હૈદરાબાદના રહીશ મહંમદ ઈબ્રાહીમ યાજદાની અને હબીબ મહંમદ ઈલિયાસ ગત ૧૦ જૂને અજમેર આવ્યા હતા. ત્યારબાદ આ બંને દરગાહ વિસ્તારમાં આવેલી હોટલ દરબાર પેલેસના રૂમ નંબર ૧૧૧માં રોકાયા હતા. ચાર દિવસના રોકાણ બાદ તેઓ ૧૪ જૂને બસ દ્વારા ઈન્દોર થઈને હૈદરાબાદ પરત ગયા હતા. જોકે આઈઅેસના ત્રાસવાદીઓની અજમેર યાત્રા પર આઈબી, જિલ્લા પોલીસની વોચ હતી.

પરંતુ અેનઆઈઅેએ ગુપ્ત ઓપરેશનના કારણે કાર્યવાહી કરી ન હતી. ખ્વાજા સાહેબની દરગાહ અને તીર્થરાજ પુષ્કરની આડમાં અગાઉ પણ અજમેર આતંકવાદીઓના નિશાન પર રહયું હતું. શ્રદ્ધાળુ અને પર્યટનનાં બહાને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ ડેવિડ કોલમેન હેડલીઅે દરગાહ અને પુષ્કરમાં ત્રણ દિવસ રોકાઈને રેકી કરી હતી. કર્ણાટકના ખૂંખાર આતંકવાદી યુસુફ ઉર્ફે ઉમરની બેંગ્લુરુ અેટીઅેસએ અજમેરમાંથી ધરપકડ કરી હતી.

દરમિયાન અજમેરના પોલીસ વડા નીતિનદીપ બલગનેે જણાવ્યું કે આઈઅેસના આ બંને આતંકવાદી અજમેર આવતા હોવાની આઈબી અને જિલ્લા પોલીસને સૂચના આપવામાં આવી હતી. પરંતુ આઈબીનું આ ગુપ્ત ઓપરેશન હોવાથી તે અંગે કોઈ કાર્યવાહી થઈ શકી ન હતી.

You might also like