ISIS આગળ હારી મમતા : પુત્રએ જ પોતાની માંને ઉતારી મોતને ઘાટ

લંડન : ખુંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામીક સ્ટેટે એખવાર ફરીથી પોતાનો ક્રુર ચહેરો દેખાડ્યો છે. આતંકવાદી સંગઠન આઇએસનાં એક આતંકવાદીએ પોતાની માંને જ રહેંસી નાખી હતી. તેનો ગુનો માત્ર એટલો હતો કે તે ઇસ્લામનાં માર્ગ પરથી ભટકી ગઇ હતી. રક્કા ખાતે આવેલ એક ગ્રુપે દાવો કર્યો કે 20 વર્ષીય લડાકુ અલી સક્ર અલ કાસમે પોતાની 45 વર્ષીય માં લીનાને ટોળાની વચ્ચે ગોળી મારી દીધી હતી. કાસમનું માનવું હતું કે તેની માં ઇસ્લામનાં માર્ગપરથી ભટકી ગઇ છે. આઇએસનાં કબ્જાવાળા વિસ્તારમાં ઇસ્લામનાં સિદ્ધાંતોને નહી માનનાર વ્યક્તિને જાહેરમાં મારી નાખવાનું પ્રાવધાન છે.

સીરિયન ઓબ્જર્વેટ્રી ઓફ હ્યૂમન રાઇટ્સ ગ્રુપનાં અનુસાર લીના અલ કાસમની વિરુદ્ધ પોતાનાં પુત્રને ઇસ્લામીક સ્ટેટ છોડવાનું દબાણ કરવા અને રક્કાથી બહાર ભાગવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો. યૂકે ખાતે સંગઠનનાં અનુસાર આતંકવાદી સક્ર અલ કાસમે પોતાની માં ના ઇરાદાઓ અંગે ઉપરી કમાન્ડરને જણાવ્યું હતું. ત્યાર બાદ તે કમાન્ડરે તેનાં મોતનું ફરમાન બહાર પાડ્યું હતું. જેને સક્રએ જ બજાવ્યું હતું.
હ્યૂમ રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનનાં અનુસાર સક્રની માંની હત્યા સમયે સેંકડો લોકો ઉપસ્થિત હતા.

કે હજી સુધી તે નથી જાણવા મળ્યું કે સક્રને તેની મારી નાંખવાની જવાબદારી સોંપવામાં આવી હતી કે પછી તેણે જાતે જ આ કામ સ્વિકાર્યું હતું. લીનાની હત્યા તે પોસ્ટ ઓફીસની બહાર કરવામાં આવી જ્યાં તે કામ કરતી હતી.

You might also like