Categories: World

ISIS કરી શકે છે પશ્ચિમી દેશો પર અણુ હૂમલો

બગદાદ : સિક્યોરિટી એજન્સીઓને આશંકા છે કે ગત્ત વર્ષે ઇરાકમાંથી ચોરાયેલો ખુબ જ ખતરનાક રેડિયો એક્ટિવ પદાર્થ આઇએસઆઇનાં આતંકવાદીઓનાં હાથમાં આવી ગયો છે. તેનો ખુલાસે ઇરાકી એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી અને સિક્યોરિટી એજન્સીઓનાં ડોક્યુમેન્ટ્સ દ્વારા થયો છે. તેનાં કારણએ એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આઇએસઆઇએસ ડર્ટી બોમ્બથી વેસ્ટર્ન કન્ટ્રીઝ પર હૂમલા કરી શકે છે. પશ્ચિમી દેશોમાં આ સમાચાર બાદ ફફડાટ ફેલાઇ ગયો છે. જગત જમાદાર અમેરિકા દ્વારા જો કે હજી સુધી આ અંગે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
લેપટોપ સાઇઝનાં પ્રોટેક્ટિવ કેસમાં રખાતા આ મટિરિયલનું નામ ઇરીડિયમ 192 છે. ગત્ત વર્ષે નવેમ્બરમાં ઇરાકી શહેર બસરા ખાતેથી તે ચોરી થઇ ગયું હતું. ઓયલફિલ્ટ સર્વિસિઝ નામની કંપની વેદરફોર્ડે સ્ટેટમેન્ટ બહાર પાડીને જણાવ્યું કે જે બંકરમાં મટિરિયલ રાખવામાં આવ્યું હતું. તેનાં પર તેમનો કાબુ રહ્યો નથી. તેનાં કારણે સિક્યોરિટી એજન્સીઓને ડર છે કે આ મટિરિયલની મદદથી આતંકવાદીઓ ડર્ટી બોમ્બ બનાવી શકે છે અને તેની મદદથી તેઓ પશ્ચિમી રાષ્ટ્રો અથવા તો પછી પોતાનાં દુશ્મન રાષ્ટ્રો પર હૂમલો કરી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂક્લિયર મટિરિયલથી બનેલા બોમ્બથી ખુબ જ ખતરનાક રેડિયેશન બહાર આવતું હોય છે. તે રેડિયેશન જો ફેલાય તો તેનાંથી વિસ્ફોટ બાદ પણ ખુબ જ ઘાતક અસર થાય છે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ ઇરીડિયમ 192ને રેડિયો એક્ટિવ સોર્સિઝની કેટેગરીમાં મુક્યો છે. આ પદાર્થ ચોરી થવો કે ખુબ જ મોટી ચુક ગણાવી શકાય. જો કે આ સમાચાર આવ્યા બાદ તમામ દેશો તેમાં ખાસ કરીને પશ્ચિમનાં દેશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Navin Sharma

Recent Posts

ઘર, ઓફિસ, કાર… પોલીસથી ‘બેખૌફ’ તસ્કરો ક્યાંય પણ ત્રાટકી શકે છે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં તસ્કરો પોલીસના ખૌફ વગર બેફામ બન્યા હોય તેમ ઠેરઠેર ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે.…

7 hours ago

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટને ઈન્દિરાબ્રિજ સુધી લંબાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પશ્ચિમ અને પૂર્વ કાંઠા પર કુલ. ૧૧.પ૦ કિ.મી. લંબાઇમાં કરોડો રૂપિયાના ખર્ચે…

7 hours ago

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં છ દિવસમાં રૂ.35.64 કરોડનું વેચાણ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દુબઇમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની જેમ અમદાવાદમાં હાલમાં બાર દિવસનો શોપિંગ ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે. જોકે શહેરનાં શોપિંગ…

7 hours ago

ફલાવર શોના શનિ-રવિના મુલાકાતી માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અમદાવાદીઓમાં અાકર્ષણનું કેન્દ્ર બનેલા ફ્લાવર શોની મુદતને આગામી તા. ૩૧ જાન્યુઆરી સુધી વધારાઈ…

7 hours ago

નરોડા પાટિયા કેસના ચાર દોષિતને સુપ્રીમે જામીન આપ્યા

(અમદાવાદ બ્યૂરો): સુપ્રીમ કોર્ટે ર૦૦રના નરોડા પાટિયા રમખાણ કેસમાં ચાર અપરાધીઓની જામીન પર છોડવાની અરજી પર સુનાવણી કરીને તેઓને જામીન…

8 hours ago

સુભાષચંદ્ર બોઝ જયંતીઃ મોદીએ લાલ કિલ્લામાં સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

(એજન્સી) નવી દિલ્હી: નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મ જયંતીના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પર…

8 hours ago