વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાનને ISISની ધમકી

પણજી : ગોવા પોલીસ દ્વારા વડાપ્રધાન મોદી અને સંરક્ષણ પ્રધાન મનોહર્ર પર્રિકરને જોખમ હોવાનો દાવો કર્યો છે. પોલીસે આ દાવાનાં સમર્થનમાં એક પત્ર પણ ખુલ્લો મુક્યો છે. આ પત્રમાં મોદી અને પર્રિકરને મારી નાખવા માટેની ધમકી આપવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ પત્ર આઇએસનાં નામથી લખવામાં આવ્યો છે. જેમાં દાવો કરાયો છે કે તેનાં આતંકવાદીઓ દ્વારા મોદી અને સંરક્ષણ પ્રધાનને નિશાન બનાવવામાં આવશે.

ગોવા પોલીસે આ પત્રને ગોવાનાં તમામ પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યો છે. સાથે જ આ મુદ્દે એટીએસની પણ મદદ માંગવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગત્ત અઠવાડીયે સચિવાલયમાં આ પત્ર આવ્યો હતો. જો કે હાલ તો પોલીસ હરકતમાં આવી ગઇ છે. આ પત્ર ક્યાંથી આવ્યો છે અને કોણે મોકલ્યો છે એ અંગે પણ તપાસ ચાલી રહી છે.

અધિકારીએ જણાવ્યું કે રાજ્ય પોલીસની તમામ એજન્સીઓ એક પત્રની તપાસ કરી રહ્યા છે. અમે લોકો ટુંકમાંજ તપાસ કરીશું કે આ પત્ર કોના દ્વારા મોકલવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પોસ્ટ કાર્ડનાં નિચેનાં હિસ્સા પર આઇએસઆઇએસ લખવામાં આવ્યું છે. આ પત્રમાં દેશમાં ગૌહત્તયા પર પ્રતિબંધનાં મુદ્દે પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

You might also like