ન્યૂ દિલ્હીઃ 2018માં રશિયામાં યોજાનાર ફીફા વર્લ્ડ કપ પર અત્યારથી આતંકી હુમલો થવાનો ખતરો સામે આવી રહ્યો છે. દુનિયાનાં સૌથી ખૂંખાર આતંકી સંગઠન આઇએસઆઇએસએ કહ્યું કે તેમની આ વખતે ફીફા વર્લ્ડ કપ પર હુમલો કરવાની યોજના છે. આ ટૂર્નામેન્ટ રશિયાનાં 11 શહેરોમાં 14 જૂનથી 15 જૂલાઇ સુધી રમાશે, કે જેનો ફાઇનલ મુકાબલો મોસ્કોમાં થશે.
આઇએસઆઇએસ આતંકી સંગઠને આ આતંકી ઘટનાનો અંજામ આપતા પહેલાં જ લોકોમાં એક પ્રકારનો ડર પેદા કરી દીધો છે. આઇએસઆઇએસે ફુટબોલર લિયોનલ મેસીનાં પોસ્ટરનો સહારો લીધો છે કે જેમાં તેઓ એને ખૂનનાં આંસુથી રડાવતા દેખાડી રહ્યાં છે. આઇએસઆઇએસનાં માઉથપીસ વાફા ફાઉન્ડેશને આ પોસ્ટરને રજૂ કર્યું છે. આ પોસ્ટરમાં મેસીનાં ફોટો સિવાય અરબી અને અંગ્રેજીમાં ધમકીભર્યા સંદેશ પણ લખેલા છે.
Pro-#ISIS media unit Wafa’ Foundation continues to threaten 2018 FIFA #WorldCup, this time using an image of #LionelMessi in a prison outfit pic.twitter.com/isB8RDKYAK
— SITE Intel Group (@siteintelgroup) October 24, 2017
આ પોસ્ટરની નીચે ‘જસ્ટ ટેરેરિઝમ’ ટૈગ લાઇન લખેલ છે. ત્યાં જ જમણી બાજુમાં લખેલ છે કે-“તમે એક એવાં સ્ટેટ સામે લડી રહ્યાં છો કે જેની ડિક્ષનરીમાં નાકામયાબી જેવો કોઇ જ શબ્દ જ નથી.” આ પોસ્ટર સોશિયલ મિડીયામાં હાલ ખૂબ જ વાઇરલ થઇ રહેલ છે અને રશિયાનાં લોકોમાં વર્લ્ડ કપ શરૂ થતાં પહેલાં જ એક ડર સતાવી રહ્યો છે.