માછલીઅો વેચીને અાતંકીઅોને સેલરી અાપી રહ્યું છે અાઈઅેસઅાઈઅેસ

બગદાદ: અાઈઅેસઅાઈઅેસ ઇરાકમાં માછલી વેચીને અને કાર્ડ ડીલરશીપથી લાખો ડોલરની કમાણી કરી રહ્યું છે. તેના માધ્યમથી તે અાતંકવાદીઅોને પગાર પણ ચૂકવે છે. અોઈલની કિંમતો ઘટતાં અને તેલનો બિઝનેસ હાથમાંથી છૂટતાં અાતંકી સંગઠનને ખૂબ જ નુકસાન ઉઠાવવું પડ્યું છે. તે હવે કમાણીના નવા વિકલ્પો શોધી રહ્યું છે.

ઇરાકી જ્યુડિશિયલ અોથોરિટીઅે અા વાતને કન્ફર્મ કરી છે. સિક્યોરિટી અેક્સપર્ટની વાત માનીઅે તો ક્યારેક અાઈઅેસઅાઈઅેસની વાર્ષિક અાવક ૨.૯ બિલિયન ડોલર હતી. અા પૈસા ઇરાક અને સીરિયામાં તેલ અને ગેસના વેચાણથી અાવતા હતા. અમેરિકાની નેતૃત્વવાળી સેનાઅોઅે અાઈઅેસઅાઈઅેસના ફાઈનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કબજામાં કરી લીધું છે.

હાથમાંથી અોઈલનાં ઠેકાણાંઅો નીકળી જતાં અાઈઅેસઅાઈઅેસનો તેલ કાઢવાનો, રિફાઈનરી અને ટ્રાન્સપોર્ટનો બિઝનેસ ખતમ થઈ ચૂક્યો છે. ઇરાકના સેન્ટ્રલ કોર્પના જજ જબ્બાર અાદિદ અલ બુકેના જણાવ્યા મુજબ બે વર્ષ પહેલાં અાઈઅેસઅાઈઅેસના જે નાણાંકીય સ્ત્રોત હતા તે હવે રહ્યા નથી. અા પરિસ્થિતિમાં તેણે પોતાના અાતંકીઅોને પૈસા અાપવા માટે અન્ય ધંધા શોધવાનું શરૂ કર્યું છે.

You might also like