બેન્ક લોન અને સરકારી સ્કીમોમાંથી પૈસા મેળવી રહ્યું છે અાઈઅેસઅાઈઅેસ

નવી દિલ્હી: ઇસ્લામિક સ્ટેટ (અાઈઅેસ)ના અાતંકવાદીઅો પૈસા મેળવવા માટે બેન્ક લોનથી લઈને સરકારની લાભકારી યોજનાઅોનો પણ ઉપયોગ કરે છે. ફાઈનાન્સ એક્શન ટાસ્ક ફોર્સ (અેફઅેટીઅેફ)ના અોક્ટોબર-૨૦૧૫ના રિપોર્ટમાં અા વાતની જાણકારી મળી છે. એફઅેટીએફની ગયા મહિનાની પેરિસમાં થયેલી બેઠકમાં અાઈઅેસઅાઈઅેસની અાતંકવાદ સાથે જોડાયેલી નાણાકીય ગતિવિ‌િધઅો પર ફોકસ કરાયું છે. અા બેઠક પેરિસ હુમલાના થોડા દિવસ પહેલાં થઈ હતી.

અા ટાસ્ક ફોર્સના સભ્યોમાં ભારત પણ સામેલ છે અને તેણે ૨૬/૧૧ના હુમલા સાથે જોડાયેલી ફાઈનાન્શિયલ અંગે જાણકારી પણ અાપી છે. કેટલાક દેશો તરફથી કરાયેલી તપાસમાં અા એક ઊભરી રહેલા ટ્રેન્ડની જાણ થઈ છે, જે હેઠળ વિદેશી અાતંકવાદી નાની શોર્ટ ટર્મની લોન માટે અેપ્લાય કરે છે અને તેમનો ઇરાદો અા લોનને પાછી અાપવાનો પણ હોતો નથી. રિપોર્ટ મુજબ અા અાતંકી સંગઠનોને અા પ્રકારના ફ‌િન્ડંગ રોકવા માટે માળખું વિકસાવવાની જરૂર છે.

અમેરિકા, ફ્રાન્સ, રશિયા અને ભારત જેવા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના સભ્ય દેશોઅે ફંડ એકઠું કરવા માટે અાઈઅેસ તરફથી સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે પણ જાણકારી અાપી છે. અાઈઅેસઅાઈઅેસ પર ૫૦ પેજના રિપોર્ટમાં કહેવાયું છે કે ફંડ એકઠું કરવા માટે જાહેરાતો ખાસ કરીને સોશિયલ નેટવર્ક અને ખાસ થીમવાળી વેબસાઈટ પર અાપવામાં અાવે છે. અા અંગે પ્રાઈવેટ મેસેજ પણ અાવે છે.

અાવો જ એક કેસ અાઈઅેસઅાઈઅેસ સમર્થક ટ્વીટર હેન્ડલર મેન્ડી મશરૂર વિશ્વાસનો છે, જેની કર્ણાટક પોલીસે ધરપકડ કરી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે અાઈઅેસઅાઈઅેસ સાથે જોડાયેલા લોકો પાસે ટ્વીટર દ્વારા ડોનેશન માગવામાં અાવે છે અને ફંડ અાપનાર લોકોને સ્કાઈપ દ્વારા સંપર્ક કરવાનું કહેવાય છે. ફંડ અાપનાર લોકોને સ્કાઈપ પર ઇન્ટરનેશનલ પ્રિ-પેઇડ કાર્ડ ખરીદવા માટે કહેવાય છે અને સ્કાઈપ દ્વારા અા લોકોને પ્રિ-પેઇડ કાર્ડનો નંબર મોકલવામાં અાવે છે. ત્યાર બાદ ફંડ એકઠું કરવા માટે અા કાર્ડ નંબર પોતાના કોઈ સમર્થકને ‌િસરિયાના પડોશી મુલકમાં મોકલે છે, જે અોછી કિંમત પર અા કાર્ડ નંબરને વેચીને કેસ અાઈઅેસઅાઈઅેસને પહોંચાડે છે.

દુનિયાભરમાં અાતંકવાદના ફાઈનાન્સ માટે વધુ એક ટ્રેન્ડ ક્રાઉડ ફન્ડિંગ ટેક‌િનકના ઉપયોગમાં પણ જોવા મળ્યો છે. અા ટેક‌િનકનો ઉપયોગ રેગ્યુલેટેડ ફાઈનાન્સ એકમોથી બચતા વિદેશમાં ફંડ ટ્રાન્સફર માટે કરવામાં અાવે છે. કેનેડામાં રહેલી ફાઈનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ મુજબ તપાસ અધિકારીઅોઅે તાજેતરમાં અા ટ્રેન્ડ વિશે જાણકારી મેળવી.

એફઅેટીએફના સભ્યો દેશો તરફથી કરાયેલી તપાસમાં અાઈઅેસની ગતિવિ‌િધઅો માટે ફાઈનાન્સની વધુ રીત અંગે જાણવા મળ્યું છે. ભારત તરફથી ગૃહ મંત્રાલયના પ્રતિનિ‌િધઅોઅે ભાગ લીધો અને અે વાતની જાણકારી અપાઈ કે ૨૦૦૮માં મુંબઈ પર હુમલા માટે કેવા પ્રકારની નકલી કરન્સીનો ઉપયોગ કરાયો.

You might also like