ઇસ્તાંબુલ હુમલો ISISએ લીધી જવાબદારી, માર્યા ગયેલાઓમાં બોલીવુડ પ્રોડ્યુસર અને ગુજરાતની ખુશી શાહનો સમાવેશ

નવી દિલ્લી: ઇસ્તાંબુલના રિયાન નાઇટ ક્લબમાં થયેલા હુમલામાં આઈએસઆઈએસનો હાથ હતો. ઇસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી છે. હુમલામાં 2 ભારતીય નાગરિક પણ માર્યા ગયા. રોર મુવીના પ્રોડ્યુસર અબીસ રિઝવી અને ગુજરાતની ખુશી શાહનું હુમલામાં મોત થયું હતું. અબીસ પૂર્વ રાજ્યસભા સાંસદ અખ્તર રિઝવીના દીકરા હતા. સુષમા સ્વરાજે રવિવાર રાત્રીના ટ્વીટ કરીને જાણકારી આપી હતી. ફોરન મિનિસ્ટરે બંને ભારતીયોના કુટુંબીજનો સાથે ફોન પર વાત પણ કરી હતી.

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વીટ કર્યું હતું કે મારી પાસે તૂર્કીથી ખરાબ સમાચાર છે. તેમણે કહ્યું કે ઇસ્તાંબુલ હુમલામાં બે ભારતીય નાગરિક પણ માર્યા ગયા. સુષમાએ પછીના ટ્વીટમાં લખ્યું કે પૂર્વ રાજ્યસભાના સાંસદના દીકરા અબીસ રિઝવી અને ગુજરાતની ખુશી શાહ આ આ હુમલામાં માર્યા ગયા. અબીસ રિજવી અને ખુશી શાહના હુમલામાં માર્યા ગયાની ખબર પછી તેમના ફેમિલી મેમ્બર્સ ઇસ્તાંબુલ રવાના થયા હતા.

અબીસના પિતા અખ્તર રિઝવી અને માતા તૂર્કી માટે રવિવાર મોડી રાત્રીના રવાના થયા હતા. સુષમાએ તેમના વીઝાની વ્યવસ્થા માટે અધિકારીઓને કહ્યું હતું. જ્યાં સુષમાએ ટ્વીટ પર માહિતી આપી હતી કે ખુશીના ભાઈ અને કઝિન બિના વીઝા ઇસ્તાંબુલ માટે રવાના થયા હતા. સુષમાએ ટ્વીટ કર્યુ હતું કે બંનેને વીઝાની વ્યવસ્થા પહેલા જ કરી લેવામાં આવી છે.

You might also like