૧૮ માસ બાદ આતંકીઓના કબજામાંથી છોડાવાયેલા ફાધર ટોમ ભારત પહોંચ્યા

મુંબઈ: ૧૮ માસથી આઈએસઆઈએસના કબજામાં રહેલા કેરળના પાદરી ટોમ ઉજહુનાલિલનેમુ મુકત કરાવાતા તેઓ આજે દિલ્હી પહોંચી ગયા છે. ગત ૧૨ સપ્ટેમ્બરે ભારત સરકારે ટોમને આઈએસઆઈએસના કબજામાંથી મુક્ત કરાવ્ચા હતા.

આતંકવાદીઓના કબજામાંથી મુકત થયા બાદ ફાધર ટોમે જણાવ્યુ કે દેશમાં પરત ફરવાથી મને ઘણો આનંદ થયો છે. જે લોકોએ મને મુકત કરાવવામાં જે લોકોએ પ્રયાસ કર્યા તે બદલ હું તેમનો આભારી છુ. ફાધર ટોમનું ગત ૬ માર્ચ ૨૦૧૬ના રોજ આઈએસઆઈએસના આતંકીઓએ અપહરણ કર્યું હતું. અને તેઓ લાંબા સમયથી આતંકીઓના કબજામાં હતા.ત્યારે ભારત સરકારના પ્રયાસોથી તેમને ૧૮ માસ બાદ મુકત કરાવાયા છે. ફાધરનું અદલના ઘરડાંઘર પર થયેલા હુમલા વખતે અપહરણ કરવામાં આવ્યું હતું.આ હુમલામાં ૧૫ લોકોનાં મોત થયાં હતાં. આ દરમિયાન ફાધરે તેમને બચાવવાની અપીલ કરતો એક વીડિયો પણ બહાર આવ્યો હતો.જેમાં તેમણે પ્રણવ મુખરજી, નરેન્દ્ર મોદી, અને પોપ ફ્રાન્સિસ અને ક્રિશ્વિયન સમુદાયને મદદ માટે અપીલ કરી હતી.

આ અંગે વી, કે, સિંહે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ફાધરની મુકિત માટે વિદેશ મંત્રાલયે ખૂબ જ સાવચેતીથી તેમને છોડાવવા પ્રયાસો કરતા આખરે તેમાં સફળતા મળી હતી. તેમણે જણાવ્યું કે પાદરીની મુકિત બદલ કોઈ ખંડણી માગવામાં આવી ન હતી.

You might also like