આઇએસએ ઇરાકમાં અમેરિકન સેના પર કર્યો કેમિકલ એટેક

મોસુલ : હાલની જાણકારી અનુસાર ઇાકના મોસુલમાં આઇએસએ અમેરિકી સુરક્ષાદળો પર કેમિકલ હથિયારો વડે હૂમલો કર્યો. અંગ્રેજી વેબસાઇઠ ધ ગાર્જિયનનાં અનુસાર પેંટાગને આ વાતની પૃષ્ટી પણ કરી. જો કે યુએસ અધિકારીઓએ પણ આ મુદ્દે વધારે મહત્વ એટલા માટે ન આપ્યું કારણ કે તેમાં કોઇ નુકસાન થયું નહોતું.

આ હૂમલો મંગળવારે મોસુલનાં નજીકનાં એરબેઝ પર થયો. ઉલ્લેખનીય છે કે આ એરબેઝને જુલાઇમાં જ આઇએસના ચંગુલમાંથી છોડાવવામાં આવ્યું હતું. સુત્રોપાસેથી મળતી માહિતી અનુસાર યુએસ ફોર્સિઝ પર આ કેમિકલ હૂમલો મોર્ટાર અથવા રોકેટ દ્વારા મસ્ટર્ડને એજન્ટ બનાવીને કરવામાં આવ્યો હતો.

મસ્ટર્ડ એક પ્રતિબંધિત કેમિકલ હથિયાર છે. જેને બનાવવું ઘણુ જ સરળ છે. ઇરાકી સરમુખત્યાર સદ્દામ હૂસૈને કુર્દિશ નાગરિકો અને ઇરાની સૈનિકો પર આનો પ્રયોગ કર્યો હતો. આ કેમિકલ હથિયાર સૌથી વધારે નુકસાનકારક ગેસની અવસ્થામાં હોય છે. જો કે પેંટાગનનાં અધિકારીઓએ બુધવારે તે સ્પષ્ટ કર્યું કે આઇએસની તરફથી તે કેમિકલ પાઉર સ્ટેમાં છોડવામાં આવ્યું હતું.

You might also like