હની ટ્રેપઃ રંજિતને બ્રિટનની મહિલાઅે પૈસાની લાલચ અાપી ફસાવ્યો હતો

નવી દિલ્હી: પાકિસ્તાનની ગુપ્તચર અેજન્સી આઈઅેસઆઈ માટે જાસૂસી કરનારાઓને ખાનગી માહિતી પૂરી પાડવાના આરોપસર કે. કે. રં‌જિત નામના શખ્સની પંજાબ પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સને પાકિસ્તાની જાસૂસોઅે હની ટ્રેપ દ્વારા ફસાવ્યો હતો.

દિલ્હીની અેક અદાલતે ગઈ કાલે એરફોર્સના બરતરફ અધિકારીને ચાર દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યો છે. દિલ્હી પોલીસે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પુ‌નિત પાહવાને જણાવ્યું કે પંજાબમાં ભારતીય એરફોર્સમાં ફરજ બજાવી ચૂકેલા કે. કે. રં‌િજતને પૂછપરછ માટે દિલ્હીથી બહાર લઈ જવામાં આવશે. રં‌િજતની પાંચ દિવસની કસ્ટડી માગતાં પોલીસે જણાવ્યું કે તેને જેસલમેર અને ગ્વાલિયર લઈ જવામાં આવશે, જોકે અદાલતે જણાવ્યું હતું કે આ માટે ચાર દિવસ પૂરતા છે. આ અંગે જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) રવીન્દ્ર યાદવે જણાવ્યું કે રં‌િજત ભારતીય એરફોર્સમાં મુખ્ય વિમાન કર્મચારી હતો. તેને થોડા સમય પહેલાં જ બરતરફ કરવામાં આવ્યો હતો. તે કેરળના મલ્લાપ્પુરમ્નો રહીશ છે. તે ૨૦૧૦માં એરફોર્સમાં જોડાયો હતો. તેની ધરપકડથી પોલીસને હની ટ્રેપ દ્વારા ષડ્યંત્રમાં ફસાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેને સરહદ પારની ગુપ્તચર અેજન્સીનો સહકાર મળતો હતો.

ફેસબુક પર બોગસ અેકાઉન્ટ બનાવી ફસાવાયો
આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે આવા લોકો સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર મહિલાઓના નામે બોગસ અેકાઉન્ટ ખોલીને મિત્રતા કેળવી જે તે લોકોને જાસૂસી માટે ફસાવતા હતા. આ કેસમાં રં‌િજતને મૈકનાટ ડૈમ નામે અેકાઉન્ટ ચલાવનારી મહિલાઅે તેની જાળમાં ફસાવી લીધો હતો. આ મહિલાઅે તે બ્રિટનમાં મીડિયામાં કામ કરતી હોવાનું જણાવી તેને પૈસાની લાલચ આપી તેણે લેખ લખવાના નામે એરફોર્સ સાથે સંકળાયેલી વિગતો માગી હતી.

માહિતી આપવા બદલ પૈસા મળતા હતા
આ કેસમાં અેવાે પણ આરોપ થયો છે કે રં‌જિતે યુઅેવી અને વાયુસેનાનાં વિમાનો અંગે કેટલીક મહત્વની માહિતી આપી છે. તેણે તમામ ખાનગી તસવીરો પણ મોકલાવી હતી. તેના બદલામાં ગુપ્તચર અેજન્સીઅે તેના ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. રં‌િજત ૨૦૧૦ થી ૨૦૧૩ સુધી દિલ્હીમાં ફરજ પર હતો. તેણે ૨૬ જાન્યુઆરી, ૨૦૧૧ની પરેડમાં પણ ભાગ લીધો હતો. તેથી તેણે પરેડ સાથે સંકળાયેલી બાબતની માહિતી પૂરી પાડી છે કે નહિ તેની તપાસ કરવામાં આવી રહી છે.

You might also like