આઇએસઆઇએ મસૂદ અઝહરને રાવલપિંડીથી બહાવલપુર શિફ્ટ કર્યો: સુરક્ષા પણ વધારાઈ

(એજન્સી) નવી દિલ્હી: પુલવામામાં આત્મઘાતી હુમલા બાદ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ‘સેફ ઝોન’માં શિફ્ટ કરીને છૂપાવી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અઝહરને ૧૭-૧૮ ફેબ્રુઆરી દરમિયાન રાવલપિંડીથી બહાવલપુર નજીકના કોટઘાની ખાતે મોકલી દેવામાં આવ્યો છે. આઈએસઆઈ દ્વારા તેની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

સૂત્રોનો દાવો છે કે, જ્યારે પુલવામા આતંકી હુમલો થયો ત્યારે મસૂદ અઝહર રાવલપિંડી ખાતે આર્મીની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. ભારતે પુલવામા હુમલા બાદ બદલો લેવાની ધમકી આપતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા દળોના હાથ ખોલી નાખતાં મસૂદ અઝહર અને પાકિસ્તાન ગભરાઈ ગયાં હતાં. આઈએસઆઈએ તાત્કાલિક ધોરણે અઝહરને શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. આખરે તેને સુરક્ષિત ગણાતા કોટધાની ખાતે શિફ્ટ કરવામાં આવ્યો હતો.

સૂત્રોએ એ પણ માહિતી આપી છે કે, મસૂદ અઝહર હિઝબુલના વડા સૈયદ સલાઉદ્દીન સાથે પણ મુલાકાત કરી હતી. બંને આતંકી વડાઓ વચ્ચે થયેલી આ બેઠકમાં એકબીજાને મદદ કરીને ફરીથી મજબૂત થવાની યોજના પર પણ ચર્ચા થઈ હતી.

ઉલ્લેખનીય ચે કે, મસૂદ અઝહર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક છે. ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાની જવાબદારી જૈશે લીધી હતી. આ હુમલામાં ૪૦ જવાન શહીદ થયા હતા. ત્યાર બાદ દેશભરમાંથી પાકિસ્તાન સામે બદલો લેવાની માગણી ઊઠી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પુલવામા હુમલા બાદ આતંકીઓને છોડવામાં નહીં આવે તે સ્પષ્ટપણે કહ્યું હતું.

divyesh

Recent Posts

કોલંબો એરપોર્ટ નજીકથી છ ફૂટ લાંબો પાઈપ બોમ્બ મળી આવ્યો: એરફોર્સે ડિફ્યૂઝ કર્યો

શ્રીલંકામાં રવિવારે ચર્ચ અને હોટલોમાં, સિરિયલ બ્લાસ્ટ બાદ પોલીસને કોલંબો એરપોર્ટ નજીકથી એક શક્તિશાળી પાઈપ બોમ્બ મળી આવ્યો હતો. છ…

13 hours ago

મારાં બાળકોએ પણ ઓડિશન આપવું પડશેઃ આમિર ખાન

બોલિવૂડ અભિનેતા આમિરખાનનું કહેવું છે કે પોતાનાં બાળકો જુનેદ, ઈરા અને આઝાદની પ્રતિભાનું આકલન કરતાં તે ક્યારેય સંતાન મોહમાં નહીં…

13 hours ago

સેન્ટ્રલ એક્સાઈઝની કોલોનીમાંથી GSTની સંખ્યાબંધ ફાઇલો ચોરાઈ

શહેરના પ્રગતિનગર વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ એક્સાઇઝ કોલોનીમાં આવેલ જીએસટીના રેકોર્ડ રૂમથી સંખ્યાબંધ ફાઇલો ચોરી થઈ હોવાનું સામે આવતાં સરકારી વિભાગમાં…

13 hours ago

Ahmedabad: ન્યૂ મણિનગરમાં IPL પર સટ્ટો રમાડતા ત્રણ ઝડપાયા

શહેરના ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલા ત્રિમૂર્તિ સાંનિધ્ય ફ્લેટમાં આઇપીએલ ટી-૨૦ મેચ પર ‌સટ્ટો રમાડતા ત્રણ શખસોની રામોલ પોલીસે ધરપકડ કરી…

13 hours ago

RTE પ્રથમ પ્રવેશયાદી તા.6 મેએ જાહેર કરાશે

રાજ્યભરમાં ગરીબ અને વંચિત જૂથનાં બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ માટેનાં ફોર્મ ભરાવવાની ઓનલાઇન પ્રક્રિયા રપ એપ્રિલે પૂરી થયા બાદ હવે…

13 hours ago

રાહુલ ગાંધીનું ઉમેદવારી પત્ર ગેરલાયક ઠરશે? ચુકાદા પર બધાની નજર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે અને આ બંને સ્થળોએ તેમના ઉમેદવારી પત્ર પર…

13 hours ago