નેપાળના રસ્તે નકલી નોટો ભારતમાં ઘૂસાડે છે ISI, ગુપ્ત એજન્સીઓનું એલર્ટ

નવી દિલ્હીઃ 500 અને 1000ની નોટબંદી પર ગુપ્ત એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પાકિસ્તાની ગુપ્ત એજન્સી ISI નકલી નોટો બજારમાં ફરતી કરવા જોતરાઇ છે. જેના માટે આતંકી સંગઠનોના સપલ્યાર અને એજન્ટોને નિર્દેશન આપવામાં આવ્યાં છે. ISI પહેલાથી છપાયેલી નકલી નોટોને ભારતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પાકિસ્તાનથી નેપાળના રસ્તે નકલી નોટોને ઘૂસાડવાનું રોકવા માટે 48 કલાક સુધી તેની પર નજર રાખવાનું નિર્દેશન જાહેર કરવામાં આવ્યું છે. પાકિસ્તાન પોતાને ત્યાં છપાયેલી નકલી નોટો નેપાળના રસ્તે ભારતમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગુપ્ત એજન્સીઓના આ એલર્ટ બાદ પોલીસ અને SSBને નેપાળ સીમા પર વધારે સતર્ક રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિને જોતા પાકિસ્તાન તરફથી આંતકી ગતીવિધીઓ અને નકલી નોટોની તસ્કરી માટે ગુપ્ત વિભાગને માહિતી પ્રાપ્ત થઇ છે.

મળતી માહિતી મુજબ ISIના એજન્ટ નકલી નોટોને ઓછા પૈસામાં વેચી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે ISIએ પાકિસ્તાનમાં ઉત્પાદિત પ્રત્યેક નકલી નોટો પર 30-40 ટકા નફો પ્રાપ્ત થતો હતો. જેમાં 500 અને 1000ની નોટ સૌથી વધારે હતી. નોટબંદી બાદ ISI પાકિસ્તાનમાં બનેલ તમામ નોટોને ભારતમાં ઠેકાણે પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

You might also like