કુશીનગરનો રિઝવાન હતો ISISનાં બગદાદીનાં સીધા સંપર્કમાં

લખનઉ : કુશીનગરમાં કાલે દરોડા દરમિયાન એટીએસને મોટી સફળતા મળી હતી. રિઝવાન ISISનાં આકા બગદાદીનાં સીધા સંપર્કમાં હતો. તે જન્નત મેળવવા માટે સીરિયા પહોંચીને અમેરિકા સામે લડવા માંગતો હતો. એટીએસની પુછપરછમાં જે તથ્યો બહાર આવ્યા તેનાં અનુસાર રિઝવાન ગોવામાં 30 હજાર રૂપિયા મહિને રૂમ રાખીને ISISનું ક્ષેત્રીય કાર્યાલય ચલાવી રહ્યો હતો. આ કાર્યાલય ચલાવવા માટે તેને મહિને એક લાખ રૂપિયાનો પગાર મળતો હતો. તે ભારતની અંદર અલગ અલગ સ્થળો પર ઇન્ડિયન મુઝાહિદ્દીનની સાથે મળીને વિસ્ફોટ કરવાની તૈયારી કરી રહ્યો હતો. ભગવાન બુદ્ધનાં નિર્વાણસ્થળ કુશીનગરમાં સીરિયલ બ્લાસ્ટ કરવાની યોજના હતી. અહીં ઇન્ડિયન મુઝાહિદ્દીનનાં નવા આકા સાથે મળીને નવા મોડ્યુલ અંગેની તૈયારીઓ ચાલી રહી હતી.

આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા આતંકવાદી રિઝવાનને મુંબઇ તથા બનારસની એક સંયુક્ત એટીએસ ટીમે આજે સવારે રચાયેલી કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. એસીજેએમ આશીષ કુમાર ચૌરસિયાએ તેને ટ્રાંજીટ રિમાન્ડ પર એટીએસને સોંપી દીધો હતો. રિઝવાનને કુશીનગરનાં કસયા ઉપનગરથી એક અન્ય યુવકની સાથે એટીએસએ ધરપકડ કરી હતી. તેની પાસેથી 60 મોબાઇલ સેટ અને પાંચ લાખથી વધારે રોકડ મળી આવી છે. બંન્નેની પુછપરછ એટીએસનાં અધિકારીઓએ કસયાની એક હોટલમાં પુછપરછ કરી હતી. અત્રે નોંધનીય ચે કે રિઝવાન કુશીનગરમાં સીરિયલ બ્સાટ્ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા હતા. ટ્રાંજિટ રિમાન્ડ મળ્યા બાદ એટીએસ તેને પુછપરછ માટે લઇ ગઇ છે.

*રિઝવાનનાં પિતા કુશીનગરનાં ખડ્ડા તહેસીલ વિસ્તારમાં લેખપાલ છે, બે મામા આર્મીમાં જવાન છે.
* ઇલેક્ટ્રોનિક ડિવાઇસ દ્વારા તે સાધતો હતો સીધો સંપર્ક, સોશ્યલ મીડિયા દ્વારા જોડાયા હતા તમામ સભ્યો.
* 24 ડિસેમ્બર, 2015નાં રોજ મુંબઇનાં એટીએસ પોલીસમાં નોંધાઇ હતી ફરિયાદ જેમાં ધરપકડ થઇ.
* રિઝવાન ચેન્નાઇ, દિલ્હી, બનારસ, ઉત્તરાખંડ, આગરા વગેરે સ્થલો પર રેકી કરી ચુક્યો છે.

You might also like