સંવેદનશીલ દસ્તાવેજો સાથે પાક. એજન્ટની ધરપકડ થઇ

લખનૌ: ઉત્તરપ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સને મોટી સફળતા હાથ લાગી છે. એસટીએફ દ્વારા ભારતીય સેના સાથે સંબંધિત અતિ સંવેદનશીલ દસ્તાવેજોની સાથે મેરઠ કેન્ટ વિસ્તારમાંથી એક આઇએસઆઇ એજન્ટની ધરપકડ કરી છે.  ઝડપાયેલા શખ્સની ઓળખ મોહમ્મદ એજાજ ઉર્ફે મોહમ્મદ કલામ તરીકે કરવામાં આવી છે. તે મૂળ પાકિસ્તાનના ઇસ્લામાબાદ નજીક છે. તે ઇસ્લામાબાદમાં ઇરફાનાબાદ નજીક તારામંડી ચોકનો નિવાસી છે. મેરઠ કેન્ટ વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. તે દિલ્હી જવા માટેની તૈયારીમાં હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય સેનાના દસ્તાવેજો તેની પાસેથી મળી આવ્યા છે.

પશ્ચિમ બંગાળના બોગસ ઓળખ પત્ર, બનાવટી આધાર કાર્ડ, દિલ્હી મેટ્રો કાર્ડ, લેપટોપ, પેનડ્રાઇવ સહિતની વસ્તુઓ તેની પાસેથી મળી આવી છે. આધાર કાર્ડમાં બરેલી  જિલ્લાના સરનામાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના ઇરાદા શુ હતા તે સંબંધમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે સાથે તેના સાગરિતોના સંબંધમાં પણ પૂછપરછ કરાઇ રહી છે. આ કેસમાં વધારે સફળતા મળે તેવા સંકેત દેખાઇ રહ્યા છે.

એસટીએફને ચોક્કસ બાતમી મળી હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે એક પાકિસ્તાની શખ્સને પશ્ચિમી ઉત્ત્।રપ્રદેશમાં મોકલી દેવામાં આવ્યો છે. આને બાંગલાદેશ મારફતે યુપી મોકલી દેવામાં આવ્યો છે. ભારતીય સેનાની ગતિવિધિ જાણવા માટે તેને મોકલી દેવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી.  મેરઠ કેન્ટ સ્ટેશનથી આ વ્યક્તિ દિલ્હી માટે રવાના થનાર છે તેવી બાતમી બાદ જાળ બિછાવી ે દેવામાં આવી હતી. જેના આદાર પર તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. પૂછપરછ દરમિયામ આ શખ્સે કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૨માં તે આઇએસઆઇના સંપર્કમાં આવ્યો હતો.

ભારતમાં કામ કરવા માટે તેને ખાસ ટ્રેનિંગ પણ આપવામા ંઆવી હતી. પશ્ચિમી ઉત્ત્।રપ્રદેશ અને ઉત્ત્।રાખંડમાંથી તે સેના અંગે માહિતી મોકલી રહ્યો હતો. ભારતમાં તે માહિતી એકત્રિત કરવા માટે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરી રહ્યો હતો.

You might also like