ઈશરત પ્રકરણની ગાયબ ફાઈલો મળશે?

ઈશરત જહાં પ્રકરણમાં ગાયબ ફાઈલોની તપાસ કરી રહેલા અધિક સચિવ બી.કે. પ્રસાદનું નસીબ આ તપાસનાં પરિણામો દ્વારા બદલાઈ શકે છે. પ્રસાદ ૩૧ મેના રોજ નિવૃત્ત થઈ રહ્યાં  છે. ચર્ચા એવી છે કે ગાયબ ફાઈલો મળે અને યુપીએ સરકારની ફજેતી થાય તો પ્રસાદને લાભ થશે એ નિશ્ચિત છે.

નિવૃત્તિ પછી તેમને કોઈ ને કોઈ જગ્યાએ ગોઠવી દેવામાં આવશે. પ્રસાદ ભરચક પ્રયાસ કરી રહ્યા છે અને મંત્રાલયના અનેક અધિકારીઓ પૂર્વ ગૃહપ્રધાન પી.ચિદમ્બરમના ચાહક હોવાને કારણે તેઓ ચિદમ્બરમને ફસાવવાના કોઈ ખેલમાં સામેલ થવા ઇચ્છતા ન હોવા છતાં પ્રસાદને સમજૌતા વિસ્ફોટ અને કેપ્ટન પુરોહિત અંગે કેટલીક ફાઈલો  શોધી કાઢવામાં સફળતા મળી છે. તેને પગલે માડિયાના એક હિસ્સામાં ચિદમ્બરમ અને સમગ્રપણે યુપીએ સરકારની ભૂમિકા સામે ગંભીર પ્રશ્નો ખડા કરાઈ રહ્યા છે.

You might also like