ઇશરત જહા મુદ્દે કોંગ્રેસ અને ચિદંબરમની ખુલી પોલ

નવી દિલ્હી : ઇશરત જહાં મુદ્દે પી.ચિદંબરમની પોલ ખુલ્લી ચુકી છે. હાલનાં જ દસ્તાવેજોમાં સ્પષ્ટ થઇ ચુક્યું છેકે ઇશરત જહાંનો આતંકવાદી ગણાવનારા હલફનામાંને ગૃહમંત્રીને સ્વરૂપે પોતે ચિદંબરમને લીલી ઝંડી આપી હતી અને એક મહિના પછી જ બીજા હલફનામામાં તેને નિર્દોષ જણાવી દેવાઇ ઙતી. જ્યારે જાહેર રીતે ચિદંબરમે પહેલા હલફનામાની પાછળ નિચલા સ્તરનાં અધિકારીઓનાં હાથ હોવાનું જણાવી રહ્યા છે.ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજુંએ ચિદંબરમનાં આ કામને રાષ્ટ્રવિરોધી ગણાવ્યું હતું. સૌથી મહત્વની વાત તો છે કે ઇશરત જહાં સંબંધિત ફાઇલનાં 28 પેજ પણ ગાયબ છે.

ગૃહમંત્રાલયની પાસે ઇશરત જહા અંગેની ફાઇલ અનુસાર ઇશરત જહાને આતંકવાદી જણાવવા અને લશ્કરે તોયબાનાં આત્મઘાતી જુથનાં સભ્ય હોવાનો દાવો કરનારા હલફનામાંને ચિદંબરમે પોતે જ 29 જુલાઇ 2009નાં રોજ લીલી ઝંડી આફી હતી. પરંતુ એક મહિનાની અંદર જ તેમણે નવું હલફનામુ દાખલ કરવા માટે જણાવ્યું હતું. તત્કાલીન ગૃહસચિવ જી.કે પિલ્લ પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે ઇશરતને ક્લિન ચીટ આપવાનાં બીજા હલફનામા સાથે તેમને કોઇ લેવા દેવા નથી અને તેનો નિર્ણય રાજનીતિક સ્તર પર એટલે કે મંત્રી સ્તર પર લેવામાં આવ્યો હતો. જોકે ફાઇલ પરથી તે સ્પષ્ટ નથી થતું કે બીજુ હલફનામું દાખલ કરવાની જરૂર શા માટે પડી હતી.

માનવામાં આવી રહ્યું છે કે તેનું રહસ્ય ઇશરતની ફાઇલનાં તે 28 પાનાઓમાં છુપાયેલો છે જે હાલ ગાયબ છે. ગૃહમંત્રાલય હાલ આ પેજ ગાયબ થવા અંગેની તપાસ કરી રહી છે. ઇશરત જહા પર નવા ખુલાસા બાદ સરકારે ચિદંબરમ સહિત કોંગ્રેસનાં ઉચ્ચ નેતાઓ પર શાબ્દિક હૂમલો કર્યો છે.ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે તેમણે ગૃહમંત્રીનાં સ્વરૂપે પોતાનું કર્તવ્ય યોગ્ય રીતે નથી નિભાવ્યું. ગૃહમંત્રી કોઇ આતંકવાદીને શા માટે નિર્દોષ સાબિત કરવા માટેનાં પ્રયાસો કરી રહ્યા હતા.

You might also like