“યે હે મોહબતે..”ની ઇશિતા કમબેક કરશે ગ્લેમર અવતારથી

ટીવીની લોકપ્રિય સીરિયલ “યે હે મોહબ્બતે”ના આગામી એપિસોડને જોઇને દર્શકો હેરાન થઇ જશે. કારણકે સાડીમાં જોવા મળતી દિવ્યાંકા ત્રિપાઠી એટલે કે ઇશિતા ભલ્લાની રીએન્ટ્રિ હોટ અવતારમાં થશે. નાના વાળા, હાઇ હિલ્સ ને સ્ટાઇલિશ ડ્રેસિંગ સેંસ કાંઇક આવો જ હોટ અવતાર જોવા મળશે ઇશિતાનો. શોમાં અત્યાર સુધી માત્ર સાડીમાં અને ડ્રેસમાં જોવા મળતી આ એક્ટ્રેસ હવે વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળશે. તેનો આ એકદમ સેક્સિ અંદાજ ફેન્સને ચોકાવી દે તેવો રહેશે. જ્યારે સિરિયલમાં તેના પતિનું પાત્ર ભજવી રહેલા રમણ ભલ્લા(કરણ પટેલે) ઇશિતાની હત્યા કરી નાખી હતી ત્યારે દર્શકો ખૂબ જ નિરાશ થઇ ગયા હતા. ત્યારે એક નવા લૂક સાથે તે ફરી કમબેક કરશે દિવ્યાંકા ત્રિપાઠી. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ઇશિતાનું  કમબેક ભલ્લા ફેમિલીમાં આવેલી નિધી સાથે બદલો લેવા માટે છે. જેણે ઘરમાં તેની જગ્યા લઇ લીધી છે.

You might also like