ઈશા બની ગઈ છે ખૂબ સેક્સી, એની પાછળનું કારણ છે ‘એનિમલ વૉક’

પોતાની હોટનેસના કારણે હંમેશાં ચર્ચામાં રહેતી ઇશા ગુપ્તા સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક છે. તાજેતરમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો ત્યારે તે ચર્ચામાં આવી હતી. આ વીડિયોમાં એક વ્યક્તિનો ફોટો બતાવીને તે કહી રહી છે ‘આઇ હેટ ધીસ મેન’. એક્ચ્યુઅલી તે ઇશાનો ફિટનેસ ટ્રેનર વિકાસ બરુઆ છે.

ઇશા કહે છે કે તે તેને ખૂબ જ નફરત કરે છે, કેમ કે તે પોતાને ખૂબ જ હાર્ડ વર્કઆઉટ કરાવે છે, જોકે તેનો કમાલનો શેપ જોઇને કોઇ પણ વ્યક્તિ એમ જ કહેશે કે આ હાર્ડવર્કના કારણે જ તેની ફિગર જબરદસ્ત છે. ખાસ વાત એ છે કે પોતાના ફિટનેસ ટ્રેનર વિકાસની દેખરેખ હેઠળ તે થોડા મહિનાથી એક નવી તેમજ દિલચસ્પ પ્રકારની એક્સર્સાઇઝ કરી રહી છે, જેને એનિમલ વોકિંગ કહે છે.

તે તેની ફિગરને શેપમાં રાખવાની સાથે તેના સમગ્ર શરીરની મજબૂતાઇ અને સંતુલનને બહેતર કરવામાં પણ મદદ કરે છે.એવું કહેવાય છે કે વ્યક્તિ વિવિધ પ્રકારના જાનવરની ચાલનું અનુકરણ કરીને ઉચ્ચ શ્રેણીની ફિટનેસ મેળવી શકે છે, તેમાં બંદર, બતક અને ઘોડાની ચાલ સામેલ છે. આ એક્સર્સાઇઝ અંગે ઇશાએ જણાવ્યું કે વિવિધ મૂવમેન્ટની મદદથી એનિમલ વોક આખા શરીરને લાભ પ્રદાન કરે છે.

આ એનિમલ વોકથી ખભાને મજબૂતાઇ મળે છે. ટ્રાઇશેપ્સ પણ મજબૂત બને છે. આ રીતે વિવિધ પ્રકારની ચાલ શરીરના અલગ અલગ ભાગને ફિટ રાખવામાં મદદરૂપ થાય છે, જ્યારે પણ મને મોકો મળે ત્યારે હું આ પ્રકારની એક્સર્સાઇઝ કરવાની કોશિશ કરું છું.

You might also like