પ્રતિભાની કદર થઈઃ ઈશા ગુપ્તા

બ્યુટી કોન્ટેસ્ટ અને મોડલિંગ બાદ ફિલ્મોમાં અાવનાર સુંદરીઅોનું લિસ્ટ અામ તો લાંબું છે, પરંતુ તેમાંનું એક નામ ઇશા ગુપ્તાનું પણ છે. ઇશાના ખાતામાં ‘જન્નત-૨’, ‘રાજ-૩’, ‘ચક્રવ્યૂહ’, ‘તેજ’, ‘હમશક્લ’ જેવી ફિલ્મો છે તો ‘બેબી’ ફિલ્મમાં ધમાકેદાર અાઈટમ સોંગ કરીને પોતે સારી ડાન્સર હોવાની સાબિતી પણ અાપી છે. ઇશા કહે છે કે ભટ્ટ કેમ્પની ફિલ્મ ‘જન્નત-૨’ હિટ થયા બાદ મારા પ્રત્યે ઇન્ડસ્ટ્રીનું વલણ બદલાઈ ગયું. ત્યારબાદ ‘રાજ-૩’ ફિલ્મે પણ મારી સફળતાની નવી કહાણી લખી. પછી હું હમશક્લ જેવી મ‌િલ્ટસ્ટારલ ફિલ્મોનો ભાગ બની. મારા માટે અા મોટી સફળતા રહી. હું અાજે અા સફળતાને ખૂલીને એન્જોય કરું છું.
અત્યાર સુધી ઇશાઅે એક્શન, કોમેડી, રોમે‌િન્ટક, હોરર બધી જ ફિલ્મો કરી છે. તે કહે છે કે હું અાગળ જતાં એક્શન, કોમેડી અને મસાલા ફિલ્મો કરવા ઇચ્છું છું. મારો ફેવરિટ સ્ટાર અક્ષય કુમાર છે. હોલિવૂડનો એક્શન સ્ટાર જેકી ચાંદ પણ મારો ફેવરિટ છે. જેમ્સ બોન્ડ સિરીઝની હું દીવાની છું. ‘રાઉડી રાઠોડ’માં અક્ષયની એક્શન મને ખૂબ ગમી હતી. સંયોગથી તેની સાથે ‘રુશ્તમ’ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળી ગયો. અક્ષયકુમાર બાદ અજય દેવગણ પાસે પણ ઇશા ‘બાદશાહો’ ફિલ્મમાં જોવા મળશે. ઇશા કહે છે કે મારા માટે અા એક ઉત્સાહજનક બાબત છે કે હું ધીમે ધીમે અાગળ વધી રહી છું. ઇમરાન હાશ્મી જેવા કલાકાર સાથે કરિયર શરૂ કર્યા બાદ મને ઘણા જાણીતા સ્ટાર સાથે કામ કરવાનો મોકો મળ્યો. સાચું કહું તો મારી પ્રતિભાની કદર થઈ રહી છે. •

You might also like