ઈસનપુરમાં સ્કૂટર પર જતી મહિલાને અાંતરી ચેઈન સ્નેચિંગ

અમદાવાદ: શહેરમાં મહિલાઓએ જાહેર રોડ પર દાગીના પહેરીને નીકળવું હવે સલામત નથી રહ્યું, કારણ કે પોલીસના ડર વગર ચેઇન સ્નેચરો બેફામ થઇને મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરે છે. ચેઇન સ્નેચરોની હિંમત એ હદે વધી ગઇ છે કે સ્કૂટર પર જતી મ‌િહલાઓને આંતરીને રીતસર ચેઇનની લૂંટ પણ કરવા લાગ્યા છે. આવો જ એક કિસ્સો ઇસનપુર વિસ્તારમાં બન્યો છે. સ્કૂટર પર જતી એક મહિલાને બાઇકચાલક આંતરીને 30 હજાર રૂપિયાની ચેઇનની લૂંટ કરીને ફરાર થઇ ગયો છે.

ઇસનપુર વિસ્તારમાં આવેલ રાધાનગર સોસાયટીમાં રહેતાં વીણાબહેન કિરીટભાઇ ખેતાણીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચર વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી છે. ગઇ કાલે વીણાબહેન જ્યૂપીટર લઇને પસાર થઈ રહ્યાં હતાં ત્યારે રામવાડી ટેકરાથી રાજધાની ગ‌િરિવર બંગલોઝ તરફ જવાના રોડ પર બાઇક પર આવેલ એક શખ્સ વીણાબહેનના સ્કૂટરને આંતરી 50 હજાર રૂપિયાની ચેઇનની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયો હતો.

વીણાબહેને બૂમાબૂમ કરી મૂકતાં રાજધાની ગ‌િરિવર બંગલોઝના રહીશો ભેગા થઇ ગયા હતા અને પોલીસને સમગ્ર ઘટનાના મામલે જાણ કરી હતી. ઇસનપુર પોલીસે અજાણ્યા યુવક વિરુદ્ધમાં ચેઇન સ્ને‌િચંગનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર રામવાડી ટેકરાથી રાજધાની ગ‌િરિવર બંગલોઝ રોડ પર એક અઠવા‌િડયામાં બીજી વખત ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો છે. થોડાક દિવસો પહેલાં એક મહિલાના ગાળામાંથી 3 તોલાની સોનાની ચેઇન ખેંચીને ચેઇન સ્નેચર ફરાર થઇ ગયા હતા. આ મામલે આગામી દિવસોમાં રહીશો ચેઇન સ્નેચર વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજૂઆત પણ કરવાના છે.
http://sambhaavnews.com/

You might also like