યૂરોપીયન દેશો પર હૂમલા માટે ISનાં 400 લડાકુ તૈયાર : અહેવાલ

નવી દિલ્હી : ફ્રાંસ અને બેલ્જિયમને ધણધણાવ્યા બાદ ખુંખાર આતંકવાદી સંગઠન યૂરોપનાં બીજા દેશોમાં આતંકવાદી હૂમલાની યોજના બનાવી રહ્યા છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટસ અનુસાર ઇસ્લામીટ સ્ટેટનાં લગભગ 400 ટ્રેઇન્ડ આતંકવાદી યૂરોપ પર નવા હૂમલા અંગેના કાવત્રા રચી રહ્યા છે. તે યૂરોપનાં બીજા શહેરો પર હૂમલાઓ કરવા માટે માત્ર સમય અને હૂમલાઓ કયા પ્રકારે કરવામાં આવે તેનાં ઓર્ડરની રાહ જોઇ રહ્યા છે. યૂરોપિયન અને ઇરાકી ઇન્ટેલિજન્સ અધિકારીઓનાં અુસાર યૂરોપ પર હૂમલા માટે ઇસ્લામીટ સ્ટેટનાં નવા લડાકુઓ સીરિયા, ઇરાક અને ફોર્મર સોવિયત બ્લોકનાં દેશોમાં ટ્રેનિંગ આપી છે.
બીજી તરફ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં મંગળવારે બોમ્બ વિસ્ફોટ કર્યા બાદ ખુંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામીક સ્ટેટનાં બીજા દેશો પર હૂમલાની ધમકીઓ આપી છે. એક અંગ્રેજી વેબસાઇટે કહ્યું કે આઇએસએ બેલ્જિયમ હૂમલાની ઉજવણી કરી રહેલી તસ્વીરો બહાર પાડી છે. હૂમલાની ખુશીમાં આઇએસ સીરિયામાં બાળકો વચ્ચે મીઠાઇઓ વહેંચતા જોઇ શકાય છે. આઇએસ દ્વારા યૂરોપિયન દેશોમાં વધારેમાં વધારે હૂમલાની ધમકી ઉચ્ચારવામાં આવી છે. જેનાં કારણે જગતજમાદાર અમેરિકા સહિતનાં યૂરોપિયન દેશોની ઉંધ હરામ થઇ ગઇ છે.

You might also like