… તો આ કારણથી ફળ ખાધા બાદ ના પીવું પાણી

ફિટ અને હેલ્ધી રહેવા માટે લોકો હેલ્ધી વસ્તુઓ ખાવાનું વધુ પસંદ કરે છે. તેમાં ફળોને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ફળોમાં વિટામિન્સ,  મિનરલ્સ, ફાઇબર્સ, ફાયટોકેમિકલ્સ જેવાં પોષકતત્વો ભરપૂર માત્રમાં હોય છે, જે આપણાં શરીર અને સ્વાસ્થ્ય માટે બહુ જ ગુણકારી માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ફળોનું સેવન કરવાના કેટલાક નિયમો હોય છે.જેમ કે ફળ ખાવાના 2 કલાક પહેલા અને પછી પાણીનું સેવન ન કરવું જોઇએ.

ફળ અને પાણીનું સેવન સાથે કરવાથી આરોગ્યને નુકસાન પહોંચી શકે છે. જ્યારે અપચો થવાની પણ સંભાવના રહે છે. આ બાબતે થયેલા એક સંશોધન મુજબ, ફળોમાં ઉચ્ચ માત્રમાં ખાંડ અને યીસ્ટનું પ્રમાણ જોવા મળે છે. જેથી ફળ બાદ પાણી પીવાથી ગેસ થઇ શકે છે. આ અંગે તબીબોનું કહેવું છે કે, ભોજનના એક કલાક બાદ પાણીનું સેવન કરવું જોઇએ.

અત્યાર સુધી માનવામાં આવતું કે, ભોજન પછી પાણી પીવું હાનિકારક છે, પણ ફળનું સેવન કર્યા પછી પાણી પીવાનું ટાળવું જોઇએ. ફળો જેમ કે તરબૂચ,નારંગી, સ્ટ્રોબેરીમાં વધુ માત્રમાં પાણી હોય જેના સેવન બાદ પાણી પીવામાં આવે તો પાચનતંત્ર પર ખરાબ અસર થઇ શકે છે.

ફળ બાદ પાણી પીવાથી પાચન શક્તિ ધીમી થઇ જતા શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ વધી જાય છે.ડાયાબિટીઝ,ઓબેસિટી જેવા રોગો થઇ શકે છે.

http://sambhaavnews.com/

You might also like