શું ખરેખર 2000ની નોટમાં છે ટાઇપિંગ ભૂલ?

નવી દિલ્હીઃ 8 નવેમ્બર રાત્રે 500 અને 1000ની નોટો પર બેન લાગ્યા બાદ 2000ની નવી નોટો લોકો માટે કુતૂહલનો વિષય હતી. 1 દિવસ બેંક બંધ થયા બાદ જ્યારે લોકોના હાથમાં 2000ની ગુલાબી નોટ આવી તો લોકો ખુશ થઇ ગયા. હાથમાં 2000ની નોટ સાથે સેલ્ફિ પાડીને લોકો વોટ્સએપ પર પણ શેર કરવા લાગ્યા. પરંતુ આ નોટમાં કદાચ થોડી ખામી રહીં ગઇ છે. નોટની રચના સરકારે એવી કરી છે કે કદાચ તેનું ડ્યુપ્લિકેશન કરવું શક્ય નહીં બને. પરંતુ આ નોટમાં ટાઇપિંગ મિસ્ટેક થઇ હોવાનું સામે આવી રહ્યું છે.


સોશિયલ મીડિયામાં હાલ એવા સમાચારો વહેતા થયા છે કે 2000ની નોટમાં કાંઇક ગળબળ છે. નોટની પાછળના ભાગમાં 15 ભાષાઓમાં 2000 રૂપિયા લખવામાં આવ્યાં છે. જ્યાં એક જગ્યાએ  ‘દોન હજાર રૂપિયે’ છપાયું છે. મરાઢીમાં 2 હજાર રૂપિયાની નોટને દોન હજાર રૂપિયા જ લખવામાં આવે છે. જોકે આરબીઆઇએ આ બાબતે હજી સુધી કોઇ જ જવાબ આપ્યો નથી. પરંતુ લોકોમાં એ વાતનો ડર છે કે જો ખરેખર સરકારની ચૂક થઇ છે તો પછી તેમની પાસે રહેલી આ નવી નોટનું શું થશે. શું તેને બદલવામાં આવશે કે પછી ગેરમાન્ય ગણવામાં આવશે?

લાંબી લાઇનોમાં ઉભા રહીને મહામુસિબતે પ્રાપ્ત થયેલી આ નોટમાં સામે આવેલી ભૂલના પગલે લોકોમાં ડર છે. શું ટાઇપિંગ એરર હશે તો નવી નોટો છાપવામાં આવશે. તો સામાન્ય માણસના ખિસ્સા પર ફરી કાતર વાગશે. જોકે આ અંગે સ્પષ્ટતા તો આરબીઆઇ જ કરી શકશે.

You might also like