Categories: India

ISના અાતંકવાદીઅોઅે સિરિયા જવા બેંકમાંથી લોન લીધી હતી

નવી દિલ્હી: ઇસ્લામિક સ્ટેટમાંથી ધરપકડ કરાયેલા અાતંકવાદીઅોઅે દાવો કર્યો છે કે તેમણે સંગઠનમાં સામેલ થવા સિરિયા જવા પૈસાની સગવડ બેંક લોન દ્વારા કરી હતી. અા દ્વારા તેઅો દેશની બેંકિંગ ચેનલ તપાસ અેજન્સીઅોના રડારમાં અાવી ગઈ છે.
ગ્લોબલ મની લોન્ડરિંગ એજન્સી, ફાઈનાન્સિયલ એક્શન ટ્રાસફોર્સે પહેલાં જ યુરોપ અને સાઉદી અરબથી જેહાદીઅોના અાતંકી હુમલા કરવા માટે મોટી બેંકોમાંથી લોન લેવાના કેટલાક કેસમાં વોર્નિંગ અાપી હતી. ભારત પણ અા એજન્સીનું સભ્ય છે.
એફટીએફના જણાવ્યા મુજબ જાન્યુઅારી ૨૦૧૫માં ફ્રાન્સના શાર્લી એબ્ડો મેગેઝિનના કાર્યાલય પર કરાયેલા હુમલાનું ફાઈનાન્સિંગ ૬,૦૦૦ યુરોની કન્ઝ્યુમર લોન દ્વારા થયું હતું. અા લોન નકલી દસ્તાવેજોના અાધારે લેવાયું હતું. એફટીએફના અભ્યાસમાં કહેવાયું છે કે અાતંકવાદીઅોઅે દેશમાં એક સેકન્ડ હેન્ડ કારનાં વેચાણ અને નકલી સામાનોના વેચાણથી મળેલી રકમનો ઉપયોગ કર્યો હતો.

અાઈઅેસના ભારતમાં મોડ્યુલની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીઅે અા ઘટના અારબીઅાઈ અને ફાઈનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ સામે ઉઠાવી છે. તેમાં અા પ્રકારના શંકાપસ્પદ વ્યવહારોની જાણકારી અને લોન માટે શંકાસ્પદ અાવેદનની તપાસ કરવાનું કહેવાયું છે.

અેનઅાઈઅેઅે જાન્યુઅારીમાં અાઈઅેસથી પ્રેરિત સંગઠન જનુદ ઉલ ખલિફા અે હિંદની સાથે જોડાયેલા અાતંકવાદીઅોની ધરપકડ કરી હતી. તેમાં રાજસ્થાનના ટોન્કમાં રહેનારા અબુ અનસે જણાવ્યું હતું કે તેણે ટેકનો વર્લ્ડગ્રૂપના અેક કર્મચારી તરીકે એક્સિસ બેંકમાં લોન માટે અરજી કરી હતી. અનસ અા કંપનીમાં સિનિયર કન્સ્ટમરના રૂપમાં કામ કરતો હતો.

Navin Sharma

Recent Posts

ઘર, ઓફિસ, કાર… પોલીસથી ‘બેખૌફ’ તસ્કરો ક્યાંય પણ ત્રાટકી શકે છે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં તસ્કરો પોલીસના ખૌફ વગર બેફામ બન્યા હોય તેમ ઠેરઠેર ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે.…

9 hours ago

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટને ઈન્દિરાબ્રિજ સુધી લંબાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પશ્ચિમ અને પૂર્વ કાંઠા પર કુલ. ૧૧.પ૦ કિ.મી. લંબાઇમાં કરોડો રૂપિયાના ખર્ચે…

9 hours ago

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં છ દિવસમાં રૂ.35.64 કરોડનું વેચાણ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દુબઇમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની જેમ અમદાવાદમાં હાલમાં બાર દિવસનો શોપિંગ ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે. જોકે શહેરનાં શોપિંગ…

9 hours ago

ફલાવર શોના શનિ-રવિના મુલાકાતી માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અમદાવાદીઓમાં અાકર્ષણનું કેન્દ્ર બનેલા ફ્લાવર શોની મુદતને આગામી તા. ૩૧ જાન્યુઆરી સુધી વધારાઈ…

10 hours ago

નરોડા પાટિયા કેસના ચાર દોષિતને સુપ્રીમે જામીન આપ્યા

(અમદાવાદ બ્યૂરો): સુપ્રીમ કોર્ટે ર૦૦રના નરોડા પાટિયા રમખાણ કેસમાં ચાર અપરાધીઓની જામીન પર છોડવાની અરજી પર સુનાવણી કરીને તેઓને જામીન…

10 hours ago

સુભાષચંદ્ર બોઝ જયંતીઃ મોદીએ લાલ કિલ્લામાં સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

(એજન્સી) નવી દિલ્હી: નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મ જયંતીના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પર…

10 hours ago