ભાજપ નેતા નકવીને આતંકી જૂથ ISનો ધમકીભર્યો પત્ર

નવી દિલ્હી :  ભાજપના સિનિયર નેતા મુખ્તાર અબ્બાસ નકવીને આતંકી સંગઠન આઈએસ તરફથી એક ધમકીભર્યો પત્ર મળ્યો છે. તેને પગલે દિલ્હી પોલીસ ભાજપના ટોચના નેતાઓની સુરક્ષાની સમીક્ષા કરી હતી. પત્રમાં જણાવાયું છે કે આઈએસએ ભારતમાં પોતાની જાળ ફેલાવી દીધી  છે. કોઈ જાણતું નથી કે તેઓ કયા સ્થળે હુમલો કરશે. પરંતુ પત્ર મોકલનારને આ હુમલાની પ્રતિક્ષા છે.  સૂત્રોના જણાવ્યા મુજબ આઈએસ દ્વારા નકવીને મોકલવામાં આવેલા પત્રમાં એક રાજકીય પક્ષનું નામ પણ સામેલ છે.

પાટનગરમાં આવેલી નકવીની ઓફિસ દ્વારા આ પત્ર મળ્યો હોવાની જાણ કરવામાં આવી હતી. આ પત્ર નકવીના દિલ્હીના નિવાસસ્થાને પોસ્ટ દ્વારા આવ્યો હતો.   પોલીસે આ મામલાની ગંભીર નોંધ લઈને તપાસ શરૃ કરી દીધી છે.  તપાસમાં કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓને પણ સામેલ કરવામાં આવી છે.  ધમકીભર્યો પત્ર મળ્યા બાદ નકવી, સ્મૃતિ ઈરાની, અરુણ જેટલી, લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી અને શાહનવાઝ હુસેન સહિત ભાજપના ટોચના નેતાઓની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે.

ગયા વર્ષે પણ નકવીને દુબઈથી ધમકીભર્યા ફોન કોલ આવ્યા હતા.તેમણે તે અંગે ફરિયાદ પણ નોંધાવી હતી. નકવીને આઈએસ દ્વારા પત્ર મોકલવામાં આવ્યો હોવાનું કહેવાય છે. તેમાં એક રાજકીય પક્ષનું નામ પણ લખાયેલું છે.  પત્રમાં લખવામાં આવ્યું હતું કે આઈએસએ ભારતમાં પોતાની જાળ ફેલાવી દીધી  છે. કોઈ જાણતું નથી કે તેઓ કયા સ્થળે હુમલો કરશે. પરંતુ પત્ર મોકલનારને આ હુમલાની પ્રતિક્ષા છે.

 

આ પત્ર સામાન્ય પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે આ પત્ર ક્યાંથી આવ્યો તેની તપાસ માટે એક ટીમની રચના કરી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે એનઆઈએ દ્વારા હાથ ધરાયેલા દેશવ્યાપી અભિયાનમાં આઈએસનાં ૧૪ શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી

You might also like