માનવ માંસ ખાવાની ટ્રેનિંગ આપી રહ્યું છે અાતંકી સંગઠન આઈએસ

નવી દિલ્હી: સમગ્ર દુનિયા માટે ખતરો બની ચૂકેલા આતંકી સંગઠન આઈએસ અંગે એક ખોફનાક સમાચાર સામે આવ્યા છે. આઈએસ હવે પોતાના આતંકીઓને માનવ માસ ખાવાની ટ્રેનિંગ આપી રહ્યું છે. રિપોર્ટ મુજબ આતંકીઓને શીખવાડવામાં આવી રહ્યું છે કે બિન મુસ્લિમોનું માંસ કેવી રીતે ખાવું ?

ડેઈલી મેલના રિપોર્ટ મુજબ આતંકી સંગઠન આઈએસની ટ્રેનિંગ સ્કૂલમાંથી એક હેન્ડ બુક મળી આવી છે. બ્રિટિશ થિંક ટેંકને મળેલી આ હેન્ડ બુકમાં આઈએસ આતંકીઓના આ ભયાનક રૂપનો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ આઈએસ ચીફ આતંકીઓને આ અંગે પણ સલાહ આપી રહ્યું છે કે શરીરનો કયો ભાગ ખાવો જોઈએ.

આઈએસ આતંકીઓનો એક અમાનવીય ચહેરો સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ આતંકીઓએ મીટ ચાવલ કહીને એક માતાને તેના મૃત પુત્રના અવશેષો ખવડાવી દીધા. હેન્ડ બુક મેળવનાર ક્વિલિયમ ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુિટવ રફીકે જણાવ્યું કે માનવ માંસ ખાવાની ટ્રેનિંગ અભ્યાસક્રમનો એક ભાગ હતી.

રફીકના જણાવ્યા મુજબ કથિત જેહાદ દરમિયાન ખાવાની વસ્તુઓની સપ્લાય થઈ રહેલ ન હતી તો આતંકવાદીઓને માનવ માંસ ખાવાની શીખ અપાતી હતી. તેમના બિન મુસ્લિમ કે ઈસ્લામિક ખાણી પીણીનો હિસ્સો નહીં બનનાર મુસ્લિમોને મારીને ખાવાનું શીખવવામાં આવતું. રફીકે જણાવ્યું કે સૌથી ખતરનાક વાત એ હતી કે આ બધું ક્લાસરૂમમાં શીખવાડાતું હતું.

You might also like