Categories: India

…તો ISના આતંકીએ ખોફનાક હુમલો કર્યો હોતઃ એનઆઇએ

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ના ટોચના અિધકારીઓના જણાવ્યા અનુસાર ભારતમાં ખતરનાક ત્રાસવાદી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ રહ્યું છે. જો ૩૧ વર્ષનો સુબ્હાની મોઇદ્દીન પોતાના પ્લાનિંગમાં કામિયાબ રહ્યો હોત તો કદાચ તેને દેશમાં સૌથી મોટો હુમલો કરવામાં સફળતા મળી હોત. સુબ્હાનીને આઇએસઆઇએસની મિલિટરી વિંગ તરફથી ત્રણ મહિનાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

આ અગાઉ સુબ્હાની મોઇદ્દીને શ્રીનગર અને કોલકાતામાં એકલા હાથે હુમલો કરવાની કોશિશ કરી હતી, પરંતુ સુરક્ષા એજન્સીઓએ પશ્ચિમ બંગાળમાંથી તેની ધરપકડ કરી લેતાં તે પોતાના ઇરાદામાં સફળ રહ્યો નહોતો. સુબ્હાની મોઇદ્દીનની તાજેતરમાં તામિલનાડુમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે સપ્ટેમ્બરમાં ભારત પરત આવ્યો હતો અને ત્યારથી તે સતત આઇએસઆઇએસના સંપર્કમાં હતો. તે ઇન્ટરનેટ પર આઇએસના હેન્ડલર્સ સાથે ભારતમાં હુુમલો કરવાની મોડસ ઓપરેન્ડી અંગે સતત ચર્ચા કરતો હતો.

સુબ્હાની મોઇદ્દીન દુનિયાભરમાં આઇએસની પ્રવૃત્તિઓ પર નજર રાખતો હતો અને હુમલાખોરોની એટેક કરવાની પદ્ધતિ અંગે સતત અભ્યાસ કરતો હતો. તે એકલો કામ કરી રહ્યો હોવાથી સુરક્ષા એજન્સીઓની તેના પર બહુ નજર ગઇ નહોતી. તેને તમામ પ્રકારની ટ્રેનિંગ મળી છે એટલે તે ખૂબ ખબરનાક સાબિત થઇ શકયો હોત.

સુબ્હાની મોઇદ્દીને તાજેતરમાં કેરળ સ્થિત મોડયુલ સાથે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો હતો. ત્રાસવાદ વિરોધી નિષ્ણાતોનું માનવું છે કે મોઇદ્ીનનું આઇએસના વોર ઝોનથી ભારત આવવું એ એક સારો સંકેત છે. તેણે એનઆઇએને જણાવ્યું હતું કે તે ત્યાં ચાલતા ખૂનખરાબાને સહન નહીં કરી શકતાં તેણે પરત આવવાનો નિર્ણય કર્યો હતો.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 week ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 week ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 week ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 week ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 week ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago