Whatsapp પર કોઇ બ્લોક કરે તો પણ કરી શકશો મેસેજ, બસ અપનાવો આ ટ્રિક

વોટ્સએપ આજે દુનિયાની સૌથી મોટી ઇસ્ટેંટ મેસેજિંગ એપ છે. વોટ્સએપનાં માત્ર ભારતમાં જ 20 કરોડથી પણ વધારે યૂઝર્સ છે. વોટ્સએપ પર આપણે અવારનવાર રોજ બરોજ આપણે કોઇ ને કોઇ મેસેજ દોસ્તો અને સગાસંબંધીઓને મોકલતા હોઇએ છીએ ત્યારે કેટલીક વાર નારાજગી અથવા તો ક્યારેક કોઇ ખોટો મેસેજ પહોંચી જવાને કારણે આપણાં કેટલાંક મિત્રો આપણને બ્લોક કરી દેતા હોય છે અને આપણે તેને મેસેજ મોકલી નથી શકતાં. તો આજે અમે આપણે એક ટ્રિક બતાવીશું કે જેને આધારે આપ તેને વોટ્સએપ પર મેસેજ કરી શકશો કે જેને આપે બ્લોક કરેલ હોય.

આ ટ્રિકને અપનાવવા માટે આપે આપનાં કોઇ દોસ્તની મદદ લેવી પડશે. એટલે કે જેને આપને બ્લોક કરેલ છે. તેની અને આપની વચ્ચે વધુ એક દોસ્ત પણ શામેલ થશે. આ ટ્રિકને કરવામાં આપનાં દોસ્તની ભૂમિકા આપનાં માટે મુખ્ય રહેશે.

સૌથી પહેલા આપનો દોસ્ત એક વોટ્સએપ ગ્રુપ બનાવશે. આ ગ્રુપમાં આપ પણ હશો. આપનો તે દોસ્ત હશે અને તે પણ હશે કે જેને તમને બ્લોક કરેલ છે. જેને તમને બ્લોક કરેલ છે તેને પણ આ ગ્રુપમાં આપનો દોસ્ત Add કરશે. હવે આગળનું સ્ટેપ તો આપ સમજી જ ગયા હશો. તો પણ અમે આપને જણાવી દઇએ છીએ. આમ તો સામાન્ય રીતે આપને આ સાંભળવામાં ઘણો મજાક લાગી રહેલ છે પરંતુ ગ્રુપ બનાવ્યા બાદ આપનો દોસ્ત તે ગ્રુપને મૂકી દેશે એટલે કે તેમાંથી લેફ્ટ થઇ જશે.

હવે આ ગ્રુપમાં માત્ર આપ અને આપનો તે દોસ્ત જ હશે કે જેને તમને બ્લોક કરેલ છે. એવામાં આપ તે ગ્રુપને આધારે આપ તેની સાથે બિલકુલ સરળતાથી વાત કરી શકશો અને સારા સારા મેસેજ મોકલીને આપ તેને ચેટિંગ કરીને આપનાં દોસ્તને આપ મનાવી પણ શકશો. એવામાં જો તે દોસ્ત આપની ગર્લફ્રેન્ડ હશે તો આપ વધુ ખૂબ પ્રેમભરેલા મેસેજથી તેને આપ મનાવી પણ શકશો. બસ આ જ રીતે આપ તેની સાથે મનભરીને વાતો કરી શકશો. પછી ભલે તમને તેને બ્લોક કેમ કરેલ ના હોય.

You might also like