શું સાક્ષી ધોની ફરીથી પ્રેગનેન્ટ છે?

મુંબઈઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માનાં લગ્નના બીજા રિસેપ્શનમાં ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પત્ની સાક્ષી અને પુત્રી સાથે પહોંચ્યો હતો. રિસેપ્શનમાં પહોંચેલી સાક્ષીને જોયા બાદ ધોનીના ફેન્સ વચ્ચે એ વાતને લઈને ચર્ચાઓ થવા માંડી છે કે શું સાક્ષી પ્રેગ્નન્ટ છે? વિરાટના રિસેપ્શનમાં ધોની બ્લેક સૂટ પહેરીને પહોંચ્યો હતો, જ્યારે સાક્ષી અને જિવા પિન્ક કલરના ડ્રેસમાં જોવા મળ્યાં હતાં.

પિન્ક કલરના લહંગા-ચોલી પહેરેલી સાક્ષી ઘણી સુંદર દેખાઈ રહી હતી. જોકે તેનું પેટ થોડું ઉપસેલું – બહારની તરફ નીકળેલું લાગી રહ્યું હતું. સાક્ષીને જોયા બાદ ઘણા લોકોને લાગ્યું કે આ કદાચ તેનો બેબી બમ્પ હોઈ શકે. ત્યાર બાદ ચર્ચા થવા લાગી કે શું ધોની બીજી વખત પિતા બનવાનો છે?

ઉલ્લેખનીય છે કે માહી અને ધોનીનાં લગ્ન જુલાઈ-૨૦૧૦માં થયાં હતાં. ફેબ્રુઆરીમાં ૨૦૧૫માં પુત્રી જિવાનો જન્મ થયો હતો. જોકે હાલ સાક્ષીના ફરીથી પ્રેગ્નન્ટ થવા અંગે કોઈ ઓફિશિયલ માહિતી મળી નથી.

You might also like