હૈદરાબાદની યુવતી સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા ISના અાતંકવાદી

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઅાઈઅે)અે અાઈઅેસ અોપરેટિવ વિરુદ્ધ એક ચાર્જશીટ દાખલ કરી છે જેમાં ખુલાસો કરાયો છે કે હૈદરાબાદની એક યુવતી સિરિયાઈ અાતંકવાદીઅોના સંપર્કમાં હતી. એટલું જ નહીં સિરિયાના બે અાતંકવાદી તેની સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા.

અા પહેલાં છોકરીના ભાઈની અાઈઅેસ સાથે સંબંધ રાખવા બદલ ધરપકડ થઈ ચૂકી છે. યુવતીના ભાઈની તપાસ એજન્સીઅોને ડિસેમ્બર ૨૦૧૫માં ધરપકડ કરી હતી. તે અાતંકી સંગઠન અાઈઅેસઅાઈઅેસના હૈદરાબાદ મોડ્યુલનો સક્રિય સભ્ય હતો. એનઅાઈઅે દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં કહેવાયું છે કે અાઈઅેસના હૈદરાબાદ મોડ્યુલમાં નવ સભ્ય હતા જેમાં અા યુવતીનો ભાઈ પણ સામેલ હતો.

અા યુવતી વિરુદ્ધ કોઈપણ ગુનો દાખલ કરાયો નથી અને તેણે કાઉન્સેલિંગ બાદ છોડી દેવાઈ છે. ચાર્જશીટમાં અે વાત સ્પષ્ટપણે કહેવાઈ છે કે તે અાઈઅેસના હૈદરાબાદ મોડ્યુલનો ભાગ હતી. એનઅાઈઅેની તપાસમાં અે ખુલાસો પણ થયો છે કે સિરિયામાં વસેલા અાતંકી અબુ જકારિયા યુવતી અને હૈદરાબાદ મોડ્યુલના અન્ય સભ્યો સાથે સતત સંપર્કમાં હતો. એટલું જ નહીં તેણે જેહાદી મેટ્રીમોનિયલ વેબસાઈટ પણ બનાવી હતી.

જેના કારણે અાઈઅેસ અોપરેટીસના લગ્ન સરળ બને. સિરિયાથી અબુ હમાઝ અલ મુજાહીર યુવતી અને તેના ભાઈના સંપર્કમાં હતો અને તે અા યુવતી સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. ચાર્જશીટમાં અાગળ કહેવાયું છે કે જકારિયા પણ તે યુવતી સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. તે ગ્રૂપ ડિસ્કશન દ્વારા અાઈઅેસની વિચારધારાનો પ્રચાર કરતો હતો.

You might also like